Home> Sports
Advertisement
Prev
Next

FIFA વર્લ્ડ કપઃ સેમીફાઇનલમાં આજે બેલ્જિયમની ગોલ્ડન જનરેશન અને ફ્રાન્સ વચ્ચે ટક્કર

બેલ્જિયમની ટીમ ફીફા વર્લ્ડ કપની 21મી સીઝનના પ્રથમ સેમીફાઇનલમાં મંગળવારે સેન્ટ પીટર્સબર્ગમાં ફ્રાન્સ સામે ટકરાશે. 

 FIFA વર્લ્ડ કપઃ સેમીફાઇનલમાં આજે બેલ્જિયમની ગોલ્ડન જનરેશન અને ફ્રાન્સ વચ્ચે ટક્કર

સેન્ટ પીટર્સબર્ગઃ બેલ્જિયમની ટીમ ફીફા વર્લ્ડ કપની 21મી સીઝનના પ્રથમ સેમીફાઇનલમાં મંગળવારે સેન્ટ પીટર્સબર્ગમાં ફ્રાન્સ સામે ટકરાશે. બેલ્જિયમ 32 વર્ષ રાહ જોયા બાદ અંતિમ-4માં પહોંચવામાં સફળ થયું છે, પરંતુ ફ્રાન્સની મજબૂત ટીમ તેને ટક્કર આપવા તૈયાર છે. 1998માં પ્રથમવાર વિશ્વકપ જીતનાર ફ્રાન્સને શરૂઆતથી જ ટાઇટલ માટે દાવેદાર માનવામાં આવતું હતું. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 કલાકે થશે. 
આ વિશ્વકપમાં અત્યાર સુધી બેલ્જિયમે દમદાર પ્રદર્શન કર્યું છે અને તમામ મેચમાં જીત મેળવી છે. એડન હેજાર્ડની આગેવાનીમાં ટીમે પ્રથમ મેચમાં પનામાને 3-0થી પરાજય આપ્યો હતો. આગામી બે મેચમાં બેલ્જિયમે ટ્યૂનિશિયાને 5-2 તથા ઈંગ્લેન્ડને 1-0થી હરાવીને નોકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. 

પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને જાપાને ટક્કર આપી અને એક સમયે એશિયાઇ ટીમે 2-0ની લીડ મેળવી લીધી. પરંતુ બેલ્જિયમે હાર ન માની અને મેચમાં શાનદાર વાપસી કરતા 3-2થી જીત મેળવી. ક્વાર્ટર ફાઇનલમાં તેની ટક્કર બ્રાઝિલ સામે થઈ હતી. 
બ્રાઝીલ વિરુદ્ધ શરૂઆતથી જ બેલ્જિયમે આક્રમક રમત રમી અને મેચને 2-1થી પોતાના નામે કરી લીધો. મેનચેસ્ટર યૂનાઇટેડથી રમનાર સ્ટ્રાઇકર રોમેલુ લુકાકુએ આ ટૂર્નામેન્ટમાં પોતાના દેશ માટે કમાલનું પ્રદર્શન કરતા કુલ ચાર ગોલ કર્યા છે. 

લુકાકુ સિવાય હેજાર્ડ અને કેવિન ડે બ્રૂનેએ પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ફોરવર્ડ લાઇનને મજબૂતી આપી છે. ટીમના ડિફેન્સનું પ્રદર્શન પણ સારુ રહ્યું અને ગોલકીપર તિબાઉટ કોર્ટુઆએ મહત્વના સમયે શાનદાર બચાવ કરતા પોતાની ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું. 
બીજીતરફ ફ્રાન્સની ટીમ 1998 બાદ પ્રથમવાર ટાઇટલ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. જર્મનીમાં 2006માં યોજાયેલા વિશ્વકપમાં ફ્રાન્સ ફાઇનલ સુધી પહોંચ્યું હતું, પરંતુ ઇટલી સાથે પેનલ્ટી શૂટઆઉટમાં હાર બાદ ટાઇટલ જીતવાથી વંચિત રહ્યું હતું. 

ફ્રાન્સની શરૂઆત ધીમી રહી, તેણે પોતાના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2-1, જ્યારે બીજા મેચમાં પેરુને 1-0થી હરાવ્યું. અંતિમ ગ્રુપ મેચમાં ફ્રાન્સે ડેનમાર્ક સાથે ગોલ રહિત ડ્રો રમ્યો હતો. નોકઆુટમાં ફ્રાન્સે આક્રમક રમત દેખાડતા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટીના પર 4-3થી અને ક્વાર્ટર ફાઇનલમાં ઉરુગ્વે પર 2-0થી આસાન જીત મેળવી હતી. 

ફ્રાન્સ માટે જીતમાં દરેક ખેલાડીનું યોગદાન શાનદાર રહ્યું છે. 19 વર્ષનો ફોરવર્ડ કે. અમ્બાપ્પે અને એન્ટોની ગ્રીજમૈને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ત્રણ ગોલ કર્યા છે, તેવામાં બેલ્જિયમના ડિફેન્સે તેની વિરુદ્ધ રણનીતિ બનાવી ઉતરવું પડશે. 

ફોરવર્ડ ખેલાડીઓ સિવાય પોલ પોગ્બા અને એંગોલો કાન્તે જેવા મિડફીલ્ડર કોઈપણ વિરોધી ટીમ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ડિફેન્સનો દારોમદાર સૈમુઅલ ઉમતીતી અને રાફેલ વરાન માથે હશે. કોચ દિદિએચ ડેસચૈમ્પ્સે 1998માં એક કેપ્ટનના રૂપમાં રૂસમાં વિશ્વકપ જીત્યો હતો અને આ વખતે તે એક કોચના રૂપમાં ફ્રાન્સની સાથે ટાઇટલ પર કબજો કરવા ઈચ્છશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More