Home> Sports
Advertisement
Prev
Next

FIFA World Cup 2018: રૂસને 3-0થી હરાવીને ઉરુગ્વે ગ્રુપ-એમાં ટોપ પર

ગ્રુપ-એમાંથી રશિયા અને ઉરુગ્વેની ટીમ રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગઈ છે. 

FIFA World Cup 2018: રૂસને 3-0થી હરાવીને ઉરુગ્વે ગ્રુપ-એમાં ટોપ પર

મોસ્કોઃ ફીફા વિશ્વકપ 2018ના ગ્રુપ એના મેચમાં યજમાન રૂસને ઉરૂગ્વેના હાથે 0-3થી હારનો સામનો કરવો પડ્યો છે. સોમવારે અહીં રમાયેલી મેચમાં ઉરુગ્વે તરફથી લુઇસ સુઆરેજ ફ્રી કિક પર ગોલ કર્યો તો ડેનિસ ચેરિશેવના આત્મઘાતી ગોલથી ઉરુગ્વેએ 2-0ની લીડ મેળવી લીધી. ત્યારબાદ 90મી મિનિટે કબાનીએ ગોલ કરીને ઉરૂગ્વેને 3-0થી આગળ કરી દીધું. 

આ વિશ્વકપમાં રૂસની પ્રથમ હાર છે. તે ગ્રુપ એમાં બીજા સ્થાન પર રહી જ્યારે ઉરુગ્વેની ટીમ ટોપ પર છે. ઉરુગ્વે ગ્રુપ સ્ટેજમાં એકપણ મેચ હાર્યું નથી. 

ડિએગો લેક્સોલ્ટનો શોટ રૂસના ચેરિશેવ સાથે ટકરાઇને ગોલ થઈ ગયો. આ ઓન ગોલ ગણવામાં આવ્યો. ત્યારબાદ પણ રૂસની મુશ્કેલી ઓછી ન થઈ અને તેના ખેલાડી ઇગોર સ્મોલનિકોવને 36મી મિનિટે બે યલો કાર્ડને કારણે મેદાન છોડીને જવું પડ્યું. રૂસે બાકીની મેચ 10 ખેલાડીઓ સાથે રમવી પડી હતી. 

ઉરુગ્વે તરથથી તેના સ્ટાર ખેલાડી સુઆરેજે 10મી મિનિટે ગોલ કર્યો. ત્યારબાદ બીજો ગોલ 26મી મિનિટે થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More