Home> Sports
Advertisement
Prev
Next

10 મહિના પહેલા મા બનેલી એથલીટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તોડ્યો બોલ્ટનો રેકોર્ડ

અમેરિકાની ફેલિક્સે બોલ્ટ પાસેથી વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સૌથી સફળ ખેલાડીનો દરજ્જો છીનવી લીધો છે. 

10 મહિના પહેલા મા બનેલી એથલીટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તોડ્યો બોલ્ટનો રેકોર્ડ

દોહાઃ અમેરિકાની ફેલિક્સે ઉસેન બોલ્ટનો વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સૌથી સફળ ખેલાડીનો દરજ્જો છીનવી લીધો છે. ફેલિક્સે દોહામાં મિક્સ્ડ 4*100 મીટર રિલે સ્પર્ધામાં પોતાની ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ફેલિક્સ 10 મહિના પહેલા માતા બની છે. 

આ ગોલ્ડની સાથે ફેલિક્સના વિશ્વ ચેમ્પિયનશિપમાં 12 ગોલ્ડ થઈ ગયા છે, જે જમૈકાના મહાન એથલીટ બોલ્ટથી એક વધુ છે. બોલ્ડે 2017મા છેલ્લીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉતર્યો હતો. 

અમેરિકાએ રવિવારે ત્રણ મિનિટ 9.34 સેકન્ડના સમય કાઢતા વિશ્વ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પહેલા ફેલિક્સ ગોલ્ડ મેડલના મામલામાં બોલ્ટની બરોબર હતી. 

33  વર્ષની ફેલિક્સે હવે વિશ્વ ચેમ્પિયનશિપમાં પાંચ અલગ-અલગ સ્પર્ધાઓ- 200 મીટર, 400 મીટર, 4*100 મીટર, 4*400 મીટર અને મિક્સ્ડ 4*400 મીટર રિલેમાં કુલ 12 મેડલ થઈ ગયા છે. છ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ફેલિક્સે પાછલા વર્ષે નવેમ્બરમાં પુત્રીને જન્મ આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More