Home> Sports
Advertisement
Prev
Next

ENGvsSA: કેપટાઉનમાં 63 વર્ષ પછી જીત્યું ઈંગ્લેન્ડ, આફ્રિકાને 189 રને હરાવ્યું

ઈંગ્લેન્ડે કેપટાઉન ટેસ્ટમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 189 રને હરાવીને ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. 
 

ENGvsSA: કેપટાઉનમાં 63 વર્ષ પછી જીત્યું ઈંગ્લેન્ડ, આફ્રિકાને 189 રને હરાવ્યું

કેપટાઉનઃ ઈંગ્લેન્ડે કેપટાઉનમાં રમાયેલી સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 189 રને પરાજય આપીને ચાર મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડે આપેલા 438 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ અંતિમ દિવસે 248 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બેન સ્ટોક્સને ઓલરાઉન્ડર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે ઈંગ્લેન્ડની ટીમ 63 વર્ષ પછી કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતવામાં સફળ થઈ છે. 

આફ્રિકાએ આજે ચોથા દિવસના સ્કોર 126/2થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પાંચમાં દિવસે આફ્રિકાને પ્રથમ ઝટકો કેશવ મહારાજ (2)ના રૂપમાં લાગ્યો હતો. લંચ પહેલા ફાફ ડુ પ્લેસિસ (19)ના રૂપમાં યજમાનને મોટો ઝટકો લાગ્યો હતો. લંચ સમયે આફ્રિકાનો સ્કોર 170/4 હતો. લંચ બાદ પીટર મલાન 84 રન બનાવી આઉટ થયો અને આફ્રિકાને પાંચમો ઝટકો લાગ્યો હતો. ટી સુધી ડિ કોક અને રુસી વેન ડર ડુસેને ટીમની વિકેટ બચાવી અને સ્કોર 225/5 હતો. 

અંતિમ સેશનમાં ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરી અને આફ્રિકાએ અંતિમ પાંચ વિકેટ માત્ર 11 રનમાં ગુમાવી દીધી હતી. 237/5ના સ્કોરથી આફ્રિકાની ટીમ 137.4 ઓવરમાં 248 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ડી કોકે 50 રનનું યોગદાન આપ્યું હતું. તેના આઉટ થયા બાદ ટીમનો ધબડકો થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં બેન સ્ટોક્સ ત્રણ, જેમ્સ એન્ડરન તથા જો ડેનલીએ બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય બ્રોડ અને ડોમિનિક બેસ તથા સેમ કરનને એક-એક સફળતા મળી હતી. 

IPL 2020: 24 મેએ રમાશે ફાઇનલ, એક દિવસમાં નહીં રમાઈ બે મેચ

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 269 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 223 રનમાં ઓલઆઉટ થઈ જતાં ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડે પોતાની બીજી ઈનિંગ 391/8ના સ્કોર પર ડિકલેર કરીને આફ્રિકાને જીતવા માટે 438 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More