Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup: ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ દિગ્ગજ ખેલાડી થયો બહાર

આગામી મહિને યૂએઈમાં શરૂ થઈ રહેલા ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં બેન સ્ટોક્સ અને જો રૂટને સામેલ કરવામાં આવ્યા નથી. 

T20 World Cup: ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ દિગ્ગજ ખેલાડી થયો બહાર

નવી દિલ્હીઃ આગામી ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. ઈંગ્લેન્ડના સૌથી શાનદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. સ્ટોક્સે જુલાઈ મહિનામાં ક્રિકેટથી અનિશ્ચિતકાળ માટે બ્રેક લીધો છે. સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્યનો હવાલો આપતા આ નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમમાં ક્રિસ વોક્સ અને ટાઇમલ મિલ્સને જગ્યા મળી છે. મિલ્સના રૂપમાં ઈંગ્લેન્ડને વધુ એક ડાબા હાથનો ફાસ્ટ બહોલર મળી ગયો છે. ટીમમાં આદિલ રાશિદના રૂપમાં એકમાત્ર નિષ્ણાંત સ્પિનરને તક આપવામાં આવી છે. યૂએઈની વિકેટને જોતા ઈંગ્લેન્ડ માટે આ ચિંતાનો વિષય બની શકે છે. રાશિદ સિવાય મોઇન અલી ટીમમાં એક સ્પિનરની ભૂમિકા ભજવી શકે છે. 

પરંતુ આ ટીમમાં ટેસ્ટ કેપ્ટન જો રૂટને સ્થાન મળ્યું નથી. રૂટે થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે તે આગામી ટી20 વિશ્વકપ માટે ટીમમાં પોતાની જગ્યા બનાવવા ઈચ્છે છે. પરંતુ તેને સ્થાન મળ્યું નથી. મહત્વનું છે કે રૂટ પાછલા ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ તરફથી સર્વોચ્ચ સ્કોરર રહ્યો હતો. આ સિવાય જોફ્રા આર્ચર પણ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ ધોનીને મેન્ટોર બનાવતા બબાલ, BCCI ને કરવામાં આવી માહીની ફરિયાદ, જાણો સમગ્ર વિગત

ઈંગ્લેન્ડની ટીમમાં અનેક ટી20 સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન સામેલ છે. જોની બેયરસ્ટો, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, ઇયોન મોર્ગન અને ડેવિડ મલાન જેવા બેટ્સમેન ટીમમાં છે. તો બોલરમાં ક્રિસ વોક્સ, ડેવિડ વિલી અને માર્ક વુડ છે. 

ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ
ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઇમલ મિલ્સ, આદિલ રાશિદ, જેસન રોય, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.

રિઝર્વ ખેલાડીઃ ટોમ કરન, લિયામ ડોસન, જેમ્સ વિન્સ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More