Home> Sports
Advertisement
Prev
Next

ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં '600 ક્લબ'માં થયા સામેલ

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક નવો ઇતિહાસ રચી દીધો છે. તે ઇગ્લેંડના એવા પહેલાં બોલર બની ગયા છે, જેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયો છે.

ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં '600 ક્લબ'માં થયા સામેલ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક નવો ઇતિહાસ રચી દીધો છે. તે ઇગ્લેંડના એવા પહેલાં બોલર બની ગયા છે, જેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયો છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં નોંધાયો છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસન પહેલાં 3 એવા બોલર્સ રહ્યા છે, જેમણે ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાં 600થી વધુ વિકેટ લેવાનો જાદૂ કર્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઇંગ્લેંડ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં જેમ્સ એન્ડરસને પાકિસ્તાનની પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં અત્યાર સુધી 2 વિકેટ લીધી, જેના લીધે એન્ડરસન 600 વિકેટ લઇને ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ બોલરોની યાદીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

જેમ્સ એન્ડરસને પહેલી ટેસ્ટમાં 600થી વધુ વિકેટ લેનાર બોલર શ્રીલંકાના મહાન સ્પીન મુથૈયા મુરલીધરન, ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર શેન વોર્ન અને ભારતના સફળ સ્પિન બોલર અનિલ કુંબલે છે. મુરલીધરને 133 ટેસ્ટ મેચમાં 800 વિકેટ લેવાનો વર્લ્ડ રેક્રોડ બનાવ્યો છે. બીજી તરફ શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે રમાયેલી 145 ટેસ્ટ મેચોમાં સૌથી વધુ 708 વિકેટ લીધી છે. આ સાથે જ આ યાદીમાં ત્રીજા સ્થાન પર ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલેનું નામ છે. અનિલ કુંબલેએ પોતાના ટેસ્ટ કેરિયરની 132 મેચમાં 619 વિકેટ પ્રાપ્ત કરી છે. 

જેમ્સ એન્ડરસનના ટેસ્ટ કેરિયરની વાત કરીએ તો તેમણે ઇંગ્લેન્ડ માટે 156 મેચ રમી છે. જેમાંથી જિમ્મીએ 600 વિકેટ લીધી છે. આ દરમિયાન જેમ્સ એન્ડરસનએ ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 29 વાર 5 વિકેટ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત જેમ્સ એન્ડરસનએ એક ટેસ્ટ મેચ 3 વાર 10 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તો બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં જેમ્સ એન્ડરસનનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 7-42 વિકેટ છે. તમને જણાવી દઇએ કે જેમ્સ એન્ડરસનની ઘાતક બોલિંગના દમ પર ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તના વિરૂદ્ધ 3 ટેસ્ટ મેચની સીરીઝને જીતવાની કગાર પર છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More