Home> Sports
Advertisement
Prev
Next

Team India: England ની જીતથી આ 5 વાત શીખી શકે છે ટીમ ઈન્ડિયા, રોહિતે કરી હતી મોટી ભૂલ

England Cricket Team: ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ધમાકેદાર અંદાજમાં હરાવીને ટી20 વિશ્વકપ 2022નું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. 5 એવી વાતો છે, જે ઈંગ્લેન્ડ પાસેથી ટીમ ઈન્ડિયા શીખી શકે છે. 

Team India: England ની જીતથી આ 5 વાત શીખી શકે છે ટીમ ઈન્ડિયા, રોહિતે કરી હતી મોટી ભૂલ

નવી દિલ્હીઃ England vs Pakistan ICC T20 World Cup 2022: ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટી20 વિશ્વકપ 2022નું ટાઈટલ પોતાના નામે કરી લીધુ છે. ઈંગ્લેન્ડના બોલરો અને બેટરોએ કમાલ કર્યો છે. ઈંગ્લેન્ડનું આ બીજુ ટી20 વિશ્વકપનું ટાઇટલ છે. ઈંગ્લેન્ડે વર્ષ 2019માં વનડે વિશ્વકપ જીત્યો હતો. હવે ટી20 વિશ્વકપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. હવે ટી20 વિશ્વકપ 2022નો સમાપ્ત થઈ ચુક્યો છે. પરંતુ ઈંગ્લેન્ડની જીતથી ભારતીય ટીમ 5 શીખ લઈ શકે છે, જેનાથી આગામી ટી20 વિશ્વકપમાં તેણે સમસ્યાનો સામનો ન કરવો પડે. 

કરવી પડશે આક્રમક બેટિંગ
ટી20 ક્રિકેટને હંમેશા બેટરોની ગેમ કહેવામાં આવે છે. ઈંગ્લેન્ડ ટી20 વિશ્વકપ 2022માં આક્રમક બેટિંગ માટે જાણીતું હતું. ભલે તેની વિકેટ પડતી રહી પરંતુ તેના બેટરએ પોતાના અંદાજ છોડ્યો નહીં. ઈંગ્લેન્ડે સેમીફાઇનલમાં ભારત વિરુદ્ધ દમદાર બેટિંગ કરી 10 વિકેટે જીત મેળવી હતી. તો ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટ દરમિયાન પાવરપ્લેમાં ખરાબ બેટિંગ કરી હતી, જેનાથી મિડલ ઓર્ડર પર દબાવ આવી જતો હતો અને ભારતીય ખેલાડીઓ ખરા સમયે વિકેટ ગુમાવી દેતા હતા. 

આ પણ વાંચો- T20 WC Final: બેન સ્ટોક્સ બન્યો હીરો, આ રહ્યાં ઈંગ્લેન્ડની જીતના પાંચ મોટા કારણ

રોહિત શર્મા રહ્યો ફ્લોપ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટી20 વિશ્વકપમાં બેટથી ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. તે ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી શક્યો નહીં. તો કેપ્ટનશિપમાં પણ રોહિત નબળો સાબિત થયો છે. બીજીતરફ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે આગળ આવીને ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેણે સેમીફાઇનલમાં ભારત વિરુદ્ધ 80 રન બનાવ્યા હતા. તો ફાઇનલ મેચમાં મહત્વના 26 રન બનાવ્યા હતા. 

ડોટ બોલથી દબાવમાં ટીમ
ભારતીય બેટરોએ ટૂર્નામેન્ટમાં તે રણનીતિ અપાવી હતી કે પહેલા સંભાળીને રમો પછી બોલરો વિરુદ્ધ આક્રમક રીતે રન બનાવો જે પ્લાન ફ્લોપ રહ્યો. સેમીફાઇનલ મેચમાં ભારતીય બેટરોએ 42 ડોટ બોલ રમ્યા હતા. એટલે કે કુલ 7 ઓવર મેડન રહી હતી. બીજીતરફ ભારતીય બોલર સેમીફાઇનલમાં વિકેટ પણ લઈ શક્યા નહીં. 

આ પણ વાંચોઃ મેલબોર્નમાં 1992નું પુનરાવર્તન ન કરી શકી પાકિસ્તાની ટીમ, આ રહ્યાં હારના 5 કારણ

કોઈપણ લીગ રમવાની મંજૂરી નહીં
ભારતીય ખેલાડીઓને આઈપીએલ સિવાય અન્ય લીગમાં રમવાની મંજૂરી નથી. જ્યારે ઈંગ્લેન્ડના મોટા ભાગના ખેલાડી ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં રમે છે, જેથી તેને ત્યાંની પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવાનો ફાયદો મળે છે. ઓસ્ટ્રેલિયામાં મેદાન મોટા હોય છે એટલે બાઉન્ડ્રી ફટકારવી સરળ રહેતી નથી. અહીં બેટરોએ રન દોડવા પર પણ ધ્યાન આપવું પડે છે. 

ઓલરાઉન્ડરની પડી ખોટ
ઈંગ્લેન્ડની પાસે બેન સ્ટોક્સ, મોઈન અલી, સેમ કરન અને લિવિંગસ્ટોન જેવા ઓલરાઉન્ડર્સ હતા. આ ખેલાડી ગમે ત્યારે બોલિંગ કરવાની સાથે બેટિંગ કરવા માટે પણ તૈયાર હોય છે. પરંતુ ટી20 વિશ્વકપ પહેલા ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આઉટ થઈ ગયો હતો. ભારતને આ ટી20 વિશ્વકપમાં સારા ઓલરાઉન્ડરની ખોટ પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More