Home> Sports
Advertisement
Prev
Next

ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરીએ રચ્ચો ઈતિહાસ, બની વિશ્વની પ્રથમ ક્રિકેટર

ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન બનાવવા અને 100 વિકેટ ઝડપનારી વિશ્વકપની પ્રથમ ક્રિકેટ રની ગઈ છે. 
 

ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરીએ રચ્ચો ઈતિહાસ, બની વિશ્વની પ્રથમ ક્રિકેટર

બ્રાઇટનઃ ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન બનાવવા અને 100 વિકેટ ઝડપનારી વિશ્વની પ્રથમ ક્રિકેટર બની ગઈ છે. પેરી (અણનમ 47) અને કેપ્ટન મેગ લેનિંગ (43*) વચ્ચે અણનમ ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાએ રવિવારે અહીં મલિહા એશિઝ ટૂરની બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. 

પેરીએ પાછલા વર્ષે નવેમ્બરમાં વિશ્વ ટી20 ફાઇનલમાં ઈંગ્લેન્ડની નેટ સ્કિવરને આઉટ કરીને 100મી વિકેટ હાસિલ કરી હતી જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રવિવારે અણનમ 47 રનની ઈનિંગ દરમિયાન તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાં 1000 રન પૂરા કરવામાં સફળ રહી હતી. 

ઈએસપીએન ક્રિકેટઇન્ફોએ પેરીના હવાલાથી કહ્યું, 'મને લાગે છે કે આ શાનદાર છે પરંતુ મને તેની જાણકારી નહતી. મને લાગે છે કે ટી20 ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર અમે સંભવતઃ પુરૂષોની બરાબર મેચ રમીએ છીએ તેથી હું હવે ઘણી મેચ રમી ચુકી છે- 100થી વધુ.'

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ ખેલાડીઓને મળી તક 

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી (1416 રન અને 98 વિકેટ) આ સિદ્ધિ હાસિલ કરવાની ઘણો નજીક હતો જ્યારે બાંગ્લાદેશનો શાકિબ અલ હસન (1471 રન અને 88 વિકેટ)ની પાસે પેરીના રેકોર્ડની બરોબરી કરવાની તક હશે. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ત્રણ મેચોની ટી20 સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. ત્રીજી અને અંતિમ મેચ બુધવારે બ્રિસ્ટલમાં રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More