Home> Sports
Advertisement
Prev
Next

T20 વિશ્વકપ માટે અમેરિકા પહોંચેલા ભારતીય દિગ્ગજે લીધો મોટો નિર્ણય, અચાનક લીધો સંન્યાસ

ટીમ ઈન્ડિયા માટે બે દાયકા સુધી ક્રિકેટ રમનાર અને ટી20 વિશ્વકપ 2024માં કોમેન્ટ્રી પેનલમાં સામેલ દિનેશ કાર્તિકે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે પોતાના જન્મ દિવસ પર આ મોટો નિર્ણય કર્યો છે.

T20 વિશ્વકપ માટે અમેરિકા પહોંચેલા ભારતીય દિગ્ગજે લીધો મોટો નિર્ણય, અચાનક લીધો સંન્યાસ

નવી દિલ્હીઃ Dinesh Karthik Retirement : તાજેતરમાં IPL 2024 માં બેટથી ધૂમ મચાવનાર અને ભારતીય ક્રિકેટ ટીમ માટે 180 મેચ રમી ચૂકેલા દિગ્ગજ વિકેટકીપર બેટર દિનેશ કાર્તિકે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા ફેન્સને આ જાણકારી આપી છે. નોંધનીય છે કે દિનેશ કાર્તિક ટી20 વિશ્વકપ 2024 માટે અમેરિકા પહોંચી ગયો છે, જ્યાં તે કોમેન્ટ્રી કરતો જોવા મળશે. દિનેશ કાર્તિક 2022માં ટી20 વિશ્વકપમાં રોહિતની આગેવાનીવાળી ભારતીય ટીમનો સભ્ય હતો.

દિનેશ કાર્તિકે શેર કરી પોસ્ટ
દિનેશ કાર્તિકે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં એક નોટ અને એક નાની વીડિયો ક્લિપ છે. આ વીડિયો ક્લિપમાં તેની ક્રિકેટના મેદાન સાથે જોડાયેલી યાદો ફોટો અને વીડિયોના રૂપમાં છે. આ નોટમાં તેણે લખ્યું- છેલ્લા કેટલાક દિવસમાં મને જે સ્નેહ, સમર્થન અને પ્રેમ મળ્યો છે. તેનાથી હું અભિભૂત છું. આ અનુભવને સંભવ બનાવનાર ફેન્સનો આભાર. ઘણા સમયથી તેના પર વિચાર કર્યા બાદ મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. હું સત્તાવાર રીતે મારા સંન્યાસની જાહેરાત કરુ છું અને મારા રમતના દિવસોને પાછળ છોડી આગળ આવનાર નવા પડકાર માટે તૈયાર થઈ રહ્યો છું. 

બધાનો માન્યો આભાર
કાર્તિકે બધાનો આભાર માનતા લખ્યું- હું મારા બધા કોચ, કેપ્ટન, પસંદગીકાર, ટીમના સાથી અને સહયોગી સ્ટાફનો સભ્યોનો આભાર માનું છું, જેણે આ લાંબી યાત્રાને સુખદ અને આનંદદાયક બનાવી છે. હું દેશમાં રમનાર લાખો લોકોમાંથી, ખુદને તે ભાગ્યશાળી લોકોમાંથી એક માનું છું જેને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે અને આટલા બધા ફેન્સ અને મિત્રોના સપોર્ટ માટે હું બધાનો આભારી છું.

માતા-પિતા અને પત્નીનો કર્યો ઉલ્લેખ
કાર્તિકે પોતાની નોટમાં માતા-પિતાનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું- મારા માતા-પિતા આ બધા વર્ષોમાં મારી તાકાત અને સમર્થનના સ્તંભ રહ્યાં છે અને તેના આશીર્વાદ વગર હું તે ન હોત જે આજે છું. હું દીપિકા (પત્ની) નો ખુબ આભારી છું, જે ખુદ એક પ્રોફેશનલ ખેલાડી છે, જેણે હંમેશા મારી સાથે ચાલવા  માટે પોતાનું કરિયર રોકી દીધું. આપણી મહાન રમતના બધા ફેન્સ અને ફોલોઅર્સનો ખુબ-ખુબ આભાર. ક્રિકેટ અને ક્રિકેટર, તમારા સમર્થન અને શુભકામનાઓ વગર આજે આ જગ્યાએ ન હોત.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More