Home> Sports
Advertisement
Prev
Next

IPL 2022: પ્લેઓફની રેસ બની રોમાંચક, પંજાબને 17 રને હરાવી દિલ્હીની ટોપ-4માં એન્ટ્રી

DC vs PBKS: મિશેલ માર્શની અડધી સદી બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 17 રને પરાજય આપ્યો છે. હવે દિલ્હી પોતાની અંતિમ લીગ મેચમાં મુંબઈ સામે ટકરાશે. 

IPL 2022: પ્લેઓફની રેસ બની રોમાંચક, પંજાબને 17 રને હરાવી દિલ્હીની ટોપ-4માં એન્ટ્રી

મુંબઈઃ દિલ્હી કેપિટલ્સે પ્લેઓફની આશા જીવંત રાખતા મહત્વની મેચમાં પંજાબ કિંગ્સને 17 રને પરાજય આપી ટોપ-4માં એન્ટ્રી કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 142 રન બનાવી શકી હતી. આ જીત સાથે દિલ્હીની ટીમ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. હવે તેની એક મેચ બાકી છે. બીજીતરફ આ હારની સાથે પંજાબ કિંગ્સ 14 પોઈન્ટથી આગળ વધી શકશે નહીં. તેવામાં તેની પ્લેઓફમાં જગ્યા મેળવવાની આશાને ઝટકો લાગી શકે છે. 

સારી શરૂઆત બાદ પંજાબનો ધબડકો
160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબને ચોથી ઓવરમાં 38 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. જોની બેયરસ્ટો 28 રન બનાવી નોર્ત્જેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ભાનુકા રાજપક્ષે 4 અને શિખર ધવન 19 ને શાર્દુલ ઠાકુરે પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. પંજાબે પાવરપ્લેમાં ત્રણ વિકેટે 54 રન બનાવ્યા હતા. 

ત્યારબાદ કેપ્ટન મયંક અગ્રવાલ 0 રન બનાવી અક્ષરનો શિકાર બન્યો હતો. પંજાબ તરફથી સૌથી વધુ રન જીતેશ શર્માએ બનાવ્યા હતા. જીતેશ 34 બોલમાં 3 ફોર અને બે સિક્સ સાથે 44 રન બનાવી આઉટ થયો હતો. હરપ્રીત બરાર 2 અને રિષિ ધવન 4 રન બનાવી આઉટ થયા હતા. રાહુલ ચાહર 25 રન બનાવી અણનમ રહ્યો હતો. 

દિલ્હી તરફથી શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 36 રન આપી ચાર વિકેટ ઝડપી પતી. આ સિવાય અક્ષર પટેલ અને કુલદીપ યાદવને બે-બે સફળતા મળી હતી. નોર્ત્જેએ એક બેટરને આઉટ કર્યો હતો. 

દિલ્હીની ઈનિંગનો રોમાંચ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગના પ્રથમ બોલ પર ડેવિડ વોર્નર (0) લિયામ લિવિંગસ્ટોનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સરફરાઝ ખાન અને મિશેલ માર્શે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. સરફરાઝ 16 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 32 રન બનાવી અર્શદીપનો શિકાર બન્યો હતો. દિલ્હીએ પારવપ્લેમાં 2 વિકેટે 59 રન બનાવ્યા હતા. 

મિશેલ માર્શની સતત બીજી અડધી સદી
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્સે સતત બીજી મેચમાં દમદાર બેટિંગ કરી હતી. માર્શે આઈપીએલ કરિયરની બીજી અડધી સદી ફટકારી હતી. માર્શ 48 બોલમાં 4 ફોર અને ત્રણ સિક્સ સાથે 63 રન બનાવી આઉટ થયો હતો. માર્શ ઈનિંગની પ્રથમ ઓવરમાં બેટિંગ માટે આવ્યો અને 19મી ઓવરમાં આઉટ થયો હતો. માર્શની ઈનિંગની મદદથી દિલ્હીની ટીમ 150થી વધુ રન બનાવવામાં સફળ રહી હતી. 

લલિત યાદવ 24 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન રિષભ પંત માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો. રોવમૈન પોવેલ 2, શાર્દુલ ઠાકુર 3 રન બનાવી આઉટ થયા હતા. અક્ષર પટેલ 17 રન બનાવી અણનમ રહ્યો હતો. પંજાબ તરફથી અર્શદીપ અને લિવિંગસ્ટોને ત્રણ-ત્રણ અને રબાડાએ એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More