Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: DC vs CSK પ્રથમ ઇનિંગ: દિલ્હી કેપિટલ્સે સીએસકેને આપ્યો 176 રનનો ટાર્ગેટ

દિલ્હી કેપિટલ્સએ ચેન્નઇ સુપર કિંગ્સને 20 ઓવરમાં 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીને પૃથ્વી શો (64) અને રિષભ પંતની અણનમ 37 રનોની તોફાની ઇનિંગના દમ 20 ઓવરમાં 175-3 રનોનો સ્કોર બનાવ્યો. 

IPL 2020: DC vs CSK પ્રથમ ઇનિંગ: દિલ્હી કેપિટલ્સે સીએસકેને આપ્યો 176 રનનો ટાર્ગેટ

દુબઇ: આઇપીએલ સીઝન 13 (IPL 2020)ની 7 મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની વિરૂદ્ધ પહેલા બેટીંગ  20 ઓવરમાં 175-3 રન બનાવી લીધા છે. ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં દિલ્હી કેપિટલ્સએ ચેન્નઇ સુપર કિંગ્સને 20 ઓવરમાં 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીને પૃથ્વી શો (64) અને રિષભ પંતની અણનમ 37 રનોની તોફાની ઇનિંગના દમ 20 ઓવરમાં 175-3 રનોનો સ્કોર બનાવ્યો. 

આ પહેલા ચેન્નઈની ટીમે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી છે. સીએસકેની ટીમમાં લુંગી એંગડીની જગ્યાએ જોશ હેઝલવુડને શામેલ કરવામાં આવ્યો છે. જોકે દિલ્હીમાં બે ફેરફાર કરવામાં આવ્યાં છે, રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ અમિત મિશ્રા અને મોહિત શર્માની જગ્યાએ આવેશ ખાન ટીમમાં મોજૂદ. જાણ ખાતર ચેન્નઈ સુપર કિંગ્સ આ આઈપીએલમાં પહેલી મેચ જીત્યા બાદ બીજી મેચ હારી ગઈ છે. ત્યાં જ દિલ્હી કેપિટલ્સએ પોતાની પહેલી મેચમાં જીત હાસિલ કરી હતી. 

સીએસકે સામે 176 રનનો ટાર્ગેટ
ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં દિલ્હી કેપિટલ્સએ ચેન્નઇ સુપર કિંગ્સને 20 ઓવરમાં 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીને પૃથ્વી શો (64) અને રિષભ પંતની અણનમ 37 રનોની તોફાની ઇનિંગના દમ 20 ઓવરમાં 175-3 રનોનો સ્કોર બનાવ્યો. 

મેદાન પર સુપરમેન બન્યા ધોની
સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હીના શ્રેયસ ઐય્યર 26 ને એક સુપરમેન કેચ હેઠળ સૈન કરનની બોલ પર આઉટ કરી દીધા છે. 

પંત-ઐયરે સંભાળ્યો મોરચો
દિલ્હી કેપિટલ્સને મોટા સ્કોર સુધી લઇ જવા માટે ડેથ ઓવર્સમાં ટીમના કેપ્તન શ્રેયષ ઐય્યર અને રિષભ પંતે મોરચો સંભાળી લીધો છે. 

પૃથ્વીની શાનદાર ઇનિંગ સમાપ્ત
દિલ્હીની ટીમે સારી શરૂઆત અપાવ્યા બાદ ટીમના બેટ્સમેન પૃથ્વી શો 43 બોલમાં 64 રન બનાવીને સીએસકેના પીયૂષ ચાવલાનો બીજો શકાર બન્યા. 

ચાવલાએ કર્યો ધવનને આઉટ
સીએસકેની ટીમને પહેલી સફળતા મળી ગઇ છે. દિલ્હી કેપિટલ્સના ઓપનર્સ શિખર ધવન 35 રન બનાવીને પીયૂષ ચાવલાના બોલ પર એલબીડબ્લ્યૂ આઉટ કર્યા. 

પૃથ્વી શોની તોફાની ફિફ્ટી
દિલ્હી કેપિટલ્સના ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ ધમાકેદાર અંદાજમાં 35 બોલમાં પોતાના આઇપીએલ કેરિયરની 5મી ફિફ્ટી પુરી કરી. 

દિલ્હીના 50 રન પુરા
દિલ્હી કેપિટલ્સે સીએસકેની સામે તાબડતોડ શરૂઆત કરતાં ઇનિંગની 8મી ઓવરમાં કોઇપણ નુકસાન વિના 50 રન બનાવી લીધા છે. 

પાવરપ્લેમાં દિલ્હી કેપિટલ્સએ બનાવ્યા 36 રન
દિલ્હી કેપિટલ્સે પાવરપ્લે દરમિયાન જોરદાર શરૂઆત કરી. ટીમે પહેલી 6 ઓવરમાં સુરક્ષાત્મક રમત રમતાં એકપણ વિકેટના નુકસાન વિના 36 રન બનાવ્યા. 

પૃથ્વીને મળ્યું જીવનદાન 
ઇનિંગની ત્રીજી ઓવરમાં દિલ્હીના ઓપનર ખેલાડી પૃથ્વી શોને જીવનદાન મળ્યું છે. સીએફકેના પેસર જોશ હેઝલવુડે પોતાના જ બોલ પર તેની કેચ કરી લીધી. 

દિલ્હીની ઇનિંગ શરૂ
ટોસ હારીને પહેલાં મેચ રમવાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સની પારી શરુ થઈ. ટીમના બન્ને ઓપનર્સ શિખર ધવન અને પૃથ્વી શો મેદાન પર હાજર. 

ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings team): મહેન્દ્ર સિંહ ધોની (કેપટન), શેન વોટસન, મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ, ફેફ ડુ પ્લેસિસ, કેદાર જાદવ, જોશ હેલવુડ, સેમ કરન, પીયુષ ચાવલા, રવિન્દ્ર જાડેજા, દિપક ચાહર 

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals Team)​: શ્રેયષ અય્યર (કેપટન), પૃથ્વી શો, શિખર ધવન, એલેક્સ કેરી, રિષભ પંત, અક્ષર પટેલ, અમિત મિશ્રા, માર્કસ સ્ટોઈનિસ, કગિસો રબાડા, આવેશ ખાન, એનરિચ નોર્તજે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More