Home> Sports
Advertisement
Prev
Next

પૂર્વ ફાસ્ટ બોલર અને DDCAના પસંદગીકાર અમિત ભંડારી પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને ડીડીસીએના સીનિયર સિલેક્શન સમિતિના અધ્યક્ષ અમિત અંડારી પર અન્ડર 23 ટીમના ટ્રાયલ દરમિયાન સોમવારે અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો.

 પૂર્વ ફાસ્ટ બોલર અને DDCAના પસંદગીકાર અમિત ભંડારી પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને ડીડીસીએના સીનિયર સિલેક્શન સમિતિના અધ્યક્ષ અમિત અંડારી પર અન્ડર 23 ટીમના ટ્રાયલ દરમિયાન સોમવારે અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. ભંડારીને માથા અને કાનમાં ઈજા થઈ છે અને તેના સાથી સુખવિંદર સિંહ સિવિલ લાયન્સ સ્થિત સંત પરમાનંદ હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તે પહેલા હુમલાખોરો નાશી છૂટ્યા હતા. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું કે, દોષિતોને છોડવામાં આવશે નહીં. 

અમિત ભંડારી પર જ્યારે હુમલો થયો, ત્યારે તેઓ દિલ્હીના સેન્ટ સ્ટીફન મેદાન મોરી ગેટ પર હાજર હતા. ભંડારી અહીં અન્ડર 23 ટી20 ટૂર્નામેન્ટ માટે ચાલી રહેલા ટ્રાયલમાં આવ્યા હતા. આ ટ્રાયલ બાદ ટી20 ટીમની પસંદગી થવાની હતી. આરોપ છે કે ટ્રાયલમાં એક ખેલાડીની પસંદગી ન થઈ, તો પોતાની પસંદગીથી નારાજ થઈ આ ખેલાડીઓએ પોતાના સાથીઓ સાથે ટ્રાયલ મેચ દરમિયાન હોકી, લાકડી વડે ભંડારી પર હુમલો કર્યો હતો. આરોપ છે કે, આ મારામારીમાં ચાર-પાંચ લોકો સામેલ હતા. તેના કારણે ટ્રાયલ મેચ પણ રોકવી પડી હતી. મેચમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ જ્યારે આ મારપીટને રોકવા માટે પહોંચ્યા તો ખેલાડીઓનો ગોળી મારવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ નાયબ કમિશનર (ઉત્તર) નુપુર પ્રસાદે કહ્યું, અમે આ મામલાને જોઈ રહ્યાં છીએ અને પીડિતનું નિવેદન નોંધીને મામલો દાખલ કરવામાં આવશે. 

રજન શર્માએ કહ્યું, અમે ઘટનાની માહિતી મેળવી રહ્યાં છીએ. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આ એક બહાર કરાયેલા ખેલાડીનું કામ છે, જેને રાષ્ટ્રીય અન્ડર 23 ટૂર્નામેન્ટ માટે સંભવિત ખેલાડીઓમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, સ્થાનિક પોલીસ સ્ટેશનના એસએચઓ સેન્ટ સ્ટીફન્સ મેદાન પર પહોંચી ગયા અને મે દિલ્હી પોલીસ કમિશનલ અમૂલ્ય પટનાયક સાથે વાત કરી છે. દોષિતોને છોડવામાં આવશે નહીં. જે પણ આ ઘટનામાં સામેલ છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમે એફઆઈઆર દાખલ કરીશું. ત્યારબાદ રજન શર્માએ હોસ્પિટલ પહોંચીને ભંડારી સાથે મુલાકાત કરી હતી. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More