Home> Sports
Advertisement
Prev
Next

CSK vs PBKS: રાહુલની વિસ્ફોટક ઈનિંગ, પંજાબે અંતિમ લીગ મેચમાં ચેન્નઈને 6 વિકેટે પરાજય આપ્યો


બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેએલ રાહુલની વિસ્ફોટક ઈનિંગની મદદથી પંજાબ કિંગ્સે અંતિમ લીગ મેચમાં ચેન્નઈને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે પંજાબ કિંગ્સની આઈપીએલ-2021 માં સફર સમાપ્ત થઈ ગઈ છે. 
 

CSK vs PBKS: રાહુલની વિસ્ફોટક ઈનિંગ, પંજાબે અંતિમ લીગ મેચમાં ચેન્નઈને 6 વિકેટે પરાજય આપ્યો

દુબઈઃ કેએલ રાહુલ (42 બોલમાં 8 સિક્સ અને 7 ચોગ્ગાની મદદથી અણનમ 98 રન) ની વિસ્ફોટક ઈનિંગની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ-2021ની પોતાની અંતિમ લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે પંજાબને ટૂર્નામેન્ટમાં છઠ્ઠી જીત મળી છે અને તેના 12 પોઈન્ટ છે. જ્યારે એમએસ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સે સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈની ટીમે 14 મેચમાં 9 જીત મેળવી છે અને તે 18 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 134 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 13 ઓવરમાં 4 વિકેટે 139 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

કેએલ રાહુલની વિસ્ફોટક ઈનિંગ
ચેન્નઈએ આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબે આક્રમક શરૂઆત કરી હતી. મયંક અગ્રવાલ અને રાહુલે 4.3 ઓવરમાં 46 રનની ભાગીદારી કરી હતી. મયંક 12 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ સરફરાઝ ખાન શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. આ બંને વિકેટ શાર્દુલ ઠાકુરને મળી હતી. કેએલ રાહુલે 42 બોલમાં અણનમ 98 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 8 સિક્સ અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. 

શાહરૂખ ખાન 8 રન બનાવી દીપક ચાહરનો શિકાર બન્યો હતો. એડન માર્કરામ 13 રન બનાવી શાર્દુલની ઓવરમાં આઉટ થયો હતો. મોરિન હેનરિસ્કે અણનમ 3 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી શાર્દુલે ત્રણ અને દીપક ચાહરે એક વિકેટ ઝડપી હતી. 

આ પણ વાંચોઃ આ ખેલાડી તોડશે Rohit Sharma નું સપનું! 24 વર્ષની ઉંમરમાં બનશે ટીમ ઇન્ડીયાનો કેપ્ટન

ચેન્નઈની ઈનિંગ
ચેન્નઈ તરફથી ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસે 55 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તે મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. આ સિવાય રુતુરાજ ગાયકવાડ 12 રન બનાવી અર્શદીપની ઓવરમાં આઉટ થયો હતો. મોઇન અલી શૂન્ય રને અર્શદીપની ઓવરમાં આઉટ થયો હતો. રોહિન ઉથપ્પા પણ માત્ર 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. અંબાતી રાયડૂએ 4 રન બનાવ્યા હતા. આ બંને ક્રિસ જોર્ડનના શિકાર બન્યા હતા. 

કેપ્ટન એમએસ ધોની 12 રન બનાવી યુવા સ્પિનર રવિ બિશ્નોઈની ઓવરમાં બોલ્ડ થયો હતો. જાડેજા 17 બોલમાં 15 રન બનાવી અણનમ રહ્યો હતો. બ્રાવોએ 4 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More