Home> Sports
Advertisement
Prev
Next

CSK vs KKR: ધોનીની ટક્કર કાર્તિક સાથે, KKRની સામે CSKનો પડકાર


સ્ટાર ખેલાડીઓની હાજરીમાં ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા કેકેઆર બુધવારે આઈપીએલ મેચમાં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે મેદાનમાં ઉતરશે તો તેનો ઇરાદો પોતાની ભૂલો સુધારીને જીત મેળવવા પર હશે. 
 

CSK vs KKR: ધોનીની ટક્કર કાર્તિક સાથે,  KKRની સામે  CSKનો પડકાર

અબુધાબીઃ  CSK vs KKR IPL 2020 21st match preview: મોટા-મોટા સિતારાની હાજરીમાં અત્યાર સુધી અપેક્ષા પ્રમાણે પ્રદર્શન ન કરી શકેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)નો સામનો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ના મુકાબવામાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે થશે, જેણે લય હાસિલ કરી લીધી છે. આ મેચ કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિક માટે પણ અગ્નિપરીક્ષાથી ઓછી હશે નહીં, જે કેપ્ટનશિપ અને બેટિંગ બંન્ને મોર્ચા પર આ સત્રમાં અત્યાર સુધી ચાલી શક્યો નથી. તો સીએસકે કેપ્ટન એમએસ ધોની નાજુક સમયમાં કોઈ ભૂલ કરવા ઈચ્છશે નહીં. 

સીએસકે સતત ત્રણ હાર બાદ લયમાં પરત આવી રહી છે. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન મુકાબલાને જીતીને શાનદાર શરૂઆત કરનારી સીએસકેએ આગામી ત્રણ મેચ ગુમાવી અને ત્યારબાદ સીએસકે તથા ધોનીએ આલોચનાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ ધોનીએ શેન વોટસન પર વિશ્વાસ જાળવી રાખ્યો, જેણે પાછલી મેચમાં 53 બોલમાં અણનમ 83 રન ફટકાર્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ વોટસન અને ફાફ ડુ પ્લેસિસ વચ્ચે રેકોર્ડ 181 રનની ભાગીદારીથી ચેન્નઈએ 10 વિકેટે જીત મેળવી હતી. આ જીતની સાથે ચેન્નઈની ગાડી પાટા પર પરત ફરી છે. 

તો કેકેઆરે ઈંગ્લેન્ડના વિશ્વ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગનને ટીમમાં સામેલ કર્યો, પરંતુ કાર્તિકને કમાન સોંપી રાખી. કાર્તિક અત્યાર સુધી ચાર મેચોમાં 37 રન બનાવી શક્યો છે અને તેના ઘણા નિર્ણય ખોટા સાબિત થયા, જેથી તે ટીકાકારોની નજરે ચઢેલો છે. તે મોર્ગન અને આંદ્રે રસેલની પહેલા ખુબ બેટિંગ માટે આવ્યો અને બિગ બેશમાં શાનદાર પ્રદર્શન કરનાર ટોમ બેન્ટનના સ્થાને સુનીલ નરેન પાસે ઈનિંગની શરૂઆત કરાવતો રહ્યો, જ્યારે નરેન ફોર્મમાં નથી. તો બેન્ટનની તુલના કેવિન પીટરસન સાથે કરવામાં આવે છે. નરેને ચાર મેચમાં માત્ર 27 રન બનાવ્યા છે અને હવે ટીમમાં ફેરફારની ખુબ જરૂર છે. 

કેકેઆરની પાસે દમદાર બોલર છે, પરંતુ કાર્તિક તેનો યોગ્ય ઉપયોગ કરી શક્યો નથી. તો પેટ કમિન્સના ખરાબ ફોર્મે પણ ચિંતા વધારી દીધી છે. શારજાહમાં ભલે ટીમો 200 રન પાર બનાવી રહી હોય, પરંતુ રોમાંચક મેચમાં બોલરોનું પ્રદર્શન નિર્ણાયક સાબિત થાય છે. દિલ્હી વિરુદ્ધ મોર્ગન અને રાહુલ ત્રિપાઠી જીતની નજીક ભલે લઈ ગયા, પરંતુ ડેથ ઓવરોમાં દિલ્હીના બોલરો ભારે પડ્યા હતા. કાર્તિકે પોતાના બોલરો પર વિશ્વાસ કરવો પડશે, ખાસ કરીને ભારતીય ટીમના સ્પિનર કુલદીપ યાદવ પર. તેનો હજુ સુધી યોગ્ય ઉપયોગ થયો નથી અને દિલ્હી વિરુદ્ધ મેચમાં તેને બહાર રાખવામાં આવ્યો હતો. 

ચેન્નઈ સુપર કિંગ્સઃ એમએસ ધોની, અંબાતી રાયડુ,  દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, કેએમ આસિફ, ડ્વેન બ્રાવો, ઇમરાન તાહિર, જગદીશન નારાયણ, કરણ શર્મા, કેદાર જાધવ, લુંગી એન્ગિડી, મિશેલ સેન્ટનર, મોનુ સિંહ , મુરલી વિજય, ઋુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ અને સાંઇ કિશોર.

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક, આંન્દ્રે રસેલ, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શુભમન ગિલ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, રિંકુ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, કમલેશ નાગેરકોટી, શિવમ માવી, સિદ્ધેશ લાડ, પેટ કમિન્સ, ઇઓન મોર્ગન, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, નિખિલ નાઈક.

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More