Home> Sports
Advertisement
Prev
Next

હવે સ્વર્ગમાં પણ ચમકશે ક્રિકેટઃ સચિન તેંડુલકર

દિગ્ગજ ક્રિકેટર સચિને તેંડુલકરે પોતાના ગુરૂ રમાકાંત આચરેકરના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. 
 

હવે સ્વર્ગમાં પણ ચમકશે ક્રિકેટઃ સચિન તેંડુલકર

મુંબઈઃ દુનિયાનામહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાના ગુરૂ રમાકાંત આચરેકરના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, હવે આચરેકર સર સ્વર્ગમાં હોવાથી ક્રિકેટ ત્યાં પણ ચમકશે. તેમના ઘણા સ્ટુડન્ટની જેમ મેં પણ સરની દેખરેખમાં ક્રિકેટની એબીસીડી શીખી હતી. રમાકાંત આચરેકરનું બુધવારે મુંબઈમાં નિધન થઈ ગયું છે. તેઓ 87 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેંડુલકર પોતાના સૌથી ફેવરિટ સ્ટુડન્ટ્સમાંથી હતા અને આ દુખની ઘડીમાં સચિને પોતાના પોતાના ગુરૂના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

સચિને મીડિયાને આપેલા એક વ્યક્તવ્યમાં કહ્યું, મારા જીવનમાં જે તેમનું (રમાકાંત આચરેકર) જે યોગદાન હતું તેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકું. આજે હું જ્યાં પણ ઉભો છું તેનો પાયો તેમણે નાખ્યો હતો. આ તકે સચિને પોતાના ગુરૂ સાથે થયેલી અંતિમ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું નિધન

સચિને કહ્યું, ગત મહિને હું તેમને તેમના કેટલાક સ્ટુડન્સની સાથે મળ્યો હતો અને અમે એકસાથે સમય પસાર કર્યો હતો. અમે જુના દિવસોને યાદ કરીને શાનદાર પળ વિતાવી હતી. આચરેકર સરે અમને જીવનમાં ઘણું શિખવાડ્યું છે. તેમણે અમને સીધુ રમવું અને સીધું જીવવું શીખવાડ્યું છે. અમને તમારા જીવનનો ભાગ બનાવવા અને કોચિંગ આપવા માટે આભાર સર. તમે શાનદાર રમ્યા સર અને દુવા કરૂ છું કે તમે જ્યાં પણ હશો કોચિંગ આપશો. 

જુઓ સચિન તેંડુલકરની તેમના ગુરૂ રમાકાંત આચરેકર સાથેની તસ્વીરો 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More