Home> Sports
Advertisement
Prev
Next

CWG 2022: ભારતને જૂડોમાં મળ્યો ત્રીજો મેડલ, તુલિકા માને 78 કિલો વર્ગમાં જીત્યો સિલ્વર

Commonwealth Games 2022: કોમનવેલ્થમાં આજે ભારતના ખાતામાં કુલ ત્રીજો મેડલ આવ્યો છે. ભારતને એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મળ્યા છે. 

CWG 2022: ભારતને જૂડોમાં મળ્યો ત્રીજો મેડલ, તુલિકા માને 78 કિલો વર્ગમાં જીત્યો સિલ્વર

બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સ-2022મા ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો છે. ભારતની જૂડિકા તુલિકા માને જૂડો 78 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. જૂડો ઈવેન્ટમાં આ ભારતનો બીજો સિલ્વર અને એક બ્રોન્ઝ એમ કુલ ત્રીજો મેડલ છે. તો આજના દિવસમાં ભારતે બે બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ કબજે કર્યો છે. આ સાથે ભારતના કુલ મેડલોની સંખ્યા 16 પર પહોંચી ગઈ છે. જૂડોમાં આ પહેલા સુશીલા દેવીએ સિલ્વર અને વિજય કુમાર યાદવે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

સ્કવોશમાં સૌરવ ઘોષાલે રચ્યો ઈતિહાસ
ભારતના સ્ટાર સ્ક્વોશ પ્લેયર સૌરવ ઘોસાલે ઈંગ્લેન્ડના ખેલાડીને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે સૌરવ ઘોષાલે ઈતિહાસ પણ રચી દીધો છે. તે કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશ સિંગલ્સ ઈવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. સૌરવ ઘોસાલે બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપને 11-6, 11-1, 11-4 થી પરાજય આપ્યો છે. 

બોક્સિંગમાં ભારતના ત્રણ મેડલ પાક્કા
ભારતના કોમનવેલ્થ ગેમ્સમાં વધુ ત્રણ મેડલ પાક્કા થઈ ગયા છે. ભારતના ત્રણ બોક્સર સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય બોક્સર મોહમ્મદ હુસામુદ્દીને શાનદાર પ્રદર્શન કરી સેમીમાં સ્થાન મેળવ્યું છે. તો મહિલા બોક્સર નીતૂ ધનધસે 48 કિલો વર્ગના સેમીફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. ભારતની અન્ય યુવા બોક્સર નીખર ઝરીને પણ સેમીમાં પ્રવેશ કરી મેડલ પાક્કો કરી લીધો છે. 

કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા-  બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
10. વીમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
11. મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિલોગ્રામ)
13. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ
14. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ ( વેઇટલિફ્ટિંગ-109 કિલો)
15. સૌરવ ઘોસાલ- બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
16. તુલિકા માન (સિલ્વર મેડલ (જુડો 78+ કિલો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More