Home> Sports
Advertisement
Prev
Next

રાહુલ દ્રવિડ પછી ભારતનો 'ધ વોલ' ગણાતા ગુજરાતી ક્રિકેટરનો વિદેશમાં જલવો, ફટકારી 1-2 નહીં 8 સદી

Gujarati Cricketer: એક સમયે ટીમ ઈન્ડિયા માટે રાહુલ દ્રવિડ બાદ 'દિવાલ' બનેલા ચેતેશ્વર પૂજારા કાઉન્ટી રમવા લાગ્યા છે. પૂજારા કાઉન્ટી ચેમ્પિયનશિપ 2024માં સસેક્સ માટે 7 મેચ રમશે. 35 વર્ષીય પૂજારા સસેક્સ માટે કાઉન્ટીમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે.

રાહુલ દ્રવિડ પછી ભારતનો 'ધ વોલ' ગણાતા ગુજરાતી ક્રિકેટરનો વિદેશમાં જલવો, ફટકારી 1-2 નહીં 8 સદી

Cheteshwar Pujara: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ કદાચ તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. પુજારાને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર યજમાન ટીમ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડ તરફ વળ્યો છે. પૂજારા આ પહેલાં પણ સસેક્સ તરફથી રમી ચૂક્યો છે. તે 2024 કાઉન્ટી ચેમ્પિયનશિપ સિઝનમાં સસેક્સ માટે પ્રથમ 7 મેચ રમશે.

Watch Video: ભારતનો નવો સિક્સર કિંગ, દક્ષિણ આફ્રિકામાં મેદાનના ફોડી રહ્યો છે કાચ
Year Ender 2023: આ વર્ષે વનડેમાં આ 10 ખેલાડીઓનો રહ્યો દબદબો, ટોપ-3 માં તમામ ભારતીય

પૂજારા (Cheteshwar Pujara) સસેક્સ (Sussex) માટે અત્યાર સુધીમાં 18 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 64.24ની સરેરાશથી કુલ 1863 રન બનાવ્યા છે જેમાં 8 સદી અને 4 અડધી સદીનો સમાવેશ થાય છે. સસેક્સમાં (Sussex) ફરી જોડાયા બાદ ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે તે આગામી સિઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે. પૂજારાના કહેવા પ્રમાણે, 'છેલ્લી કેટલીક સીઝનમાં મેં આ ક્લબ સાથે ઘણો આનંદ લીધો છે. સસેક્સ પરિવારમાં પાછા ફરવાથી હું ખૂબ જ ખુશ છું. હું ટીમ સાથે જોડાવા અને તેની સફળતામાં યોગદાન આપવા તૈયાર છું.

શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવ બની ગયો હાર્દિક પંડ્યા, આ ખેલાડીને બનાવી દીધો મેચનો વિલન

ક્લબના મુખ્ય કોચે પૂજારાને વધુ સારો વ્યક્તિ ગણાવ્યો હતો
પુજારાની ક્લબમાં વાપસીથી ટીમના મુખ્ય કોચ પોલ ફાર્બ્રેસ ખૂબ જ ખુશ છે. ફારબ્રેસે કહ્યું કે ચેતેશ્વર પૂજારાની 2 મહિના માટે ક્લબમાં વાપસીથી હું ઘણો ખુશ છું. હું તેમનું સ્વાગત કરું છું. ફારબ્રેસના મતે, 'તે માત્ર એક મહાન ખેલાડી નથી પરંતુ તે એક સારો વ્યક્તિ પણ છે. તેમનો બહોળો અનુભવ ટીમ માટે ઉપયોગી થશે.

2024 Predictions: વર્ષ 2024 માટે નાસ્ત્રેદમસની અશુભ આગાહીઓ, ચીન વોરનો પણ ઉલ્લેખ
BSY: દીકરીના જન્મથી લઈને શિક્ષણ સુધીનો સરકાર ઉઠાવે છે ખર્ચ, આ રીતે ફાયદો ઉઠાવો

પુજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
35 વર્ષીય જમણા હાથના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમ્યો હતો. તે પ્રથમ દાવમાં માત્ર 14 રન અને બીજી ઈનિંગમાં 27 રન જ બનાવી શક્યો હતો. તેણે 103 ટેસ્ટ મેચમાં 43.60ની એવરેજથી કુલ 7195 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 206 રન છે. આ સિવાય તેણે 5 વનડેમાં 51 રન બનાવ્યા છે.

ઐશ્વર્યા રાય અભિષેકથી લઈ રહી છે છૂટાછેડા?, પહેલા લગ્નની વીંટી કાઢી પછી...
'ભાઈનું નસીબ ખુલ્યું...Video જોઈને દરેક કહે છે મારે પણ ઢોલવાળા બનવું છે, ચાન્સ લઈ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More