Home> Sports
Advertisement
Prev
Next

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપઃ સેમિફાઇનલમાં હાર્યો પ્રણીત, 36 વર્ષ બાદ ભારતીય પુરૂષ શટલરને મળશે મેડલ

સાઈ પ્રણીતને વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં વિશ્વના નંબર-1 ખેલાડી જાપાનને કેંતો મોમોતાએ સતત ગેમોમાં પરાજય આપ્યો છે. મોમોતાએ  21-13, 21-8થી મુકાબલો જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. 

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપઃ સેમિફાઇનલમાં હાર્યો પ્રણીત, 36 વર્ષ બાદ ભારતીય પુરૂષ શટલરને મળશે મેડલ

બાસેલ (સ્વિટ્ઝર્લેન્ડ): ભારતીય શટલર બી સાઈ પ્રણીતની બીડબ્લ્યૂએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સફર સેમિફાઇનલમાં હારની સાથે સમાપ્ત થઈ ગઈ છે. પ્રણીતને વિશ્વના નંબર-1 ખેલાડી જાપાનને કેંતો મોમોતાએ સત ગેમોમાં હરાવી દીધો જેથી ભારતીય શટલરે ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે. આ હાર છતાં પ્રણીતે પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવી લીધું અને તે 36 વર્ષ બાદ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ શટલર છે. 

19મી રેન્ક ધરાવતા પ્રણીતે મોમોતા વિરુદ્ધ 13-21, 8-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મુકાબલો 42 મિનિટ સુધી ચાલ્યો હતો. 16મી વરીયતા પ્રાપ્ત પ્રણીતે ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટીને સીધી ગેમમાં હરાવ્યો પરંતુ તે સેમિફાઇનલમાં પોતાની લય જાળવી ન શક્યો. પ્રણીતને હવે બ્રોન્ઝ મેડલ મળશે. 

મોમોતા વિરુદ્ધ સતત ચોથી હાર
કેંતો મોમોતા વિરુદ્ધ પ્રણીતની આ સતત ચોથી હાર છે. મોમોતાએ આ વર્ષે પ્રણીતને જાપાન ઓપન અને સિંગાપુર ઓપનમાં પણ પરાજય આપ્યો હતો. પાછલા વર્ષે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મોમોતાએ પ્રણીતને પરાજય આપ્યો હતો. 

36 વર્ષનો ઇંતજાર પૂરો
આ વર્ષે અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયેલ વિશ્વમાં 19મા ક્રમાંકિત શટલર પ્રણીતે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ ક્રિસ્ટીને હરાવ્યો હતો. તે 1983 બાદ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ શટલર છે. દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરૂષ સિંગલ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય હતા. તેમણે 1983 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નિધન પર વિરાટ કોહલીએ લખ્યો ભાવુક સંદેશ

માત્ર 2 વાર મળી મોમોતા સામે જીત
જાપાનના સ્ટાર અને હાલના વર્લ્ડ નંબર 1 શટલર મોમોતા વિરુદ્ધ પ્રણીતને અત્યાર સુધી 6માથી માત્ર 2 મુકાબલામાં જીત મળી છે. તેણે 2013મા ઇન્ડોનેશિયા ઓપન અને ઇન્ડિયા ઓપનમાં મોમોતાને હરાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More