Home> Sports
Advertisement
Prev
Next

US OPEN: બોપન્ના-શાપોવાલોવની જોડી પહોંચી બીજા રાઉન્ડમાં, પેસ-દુરાનની જોડી બહાર

બોપન્ના અને શાપોવાલોવે બે વાર પોતાની સર્વિસ ગુમાવી પરંતુ તેણે સાત તકમાં છ વાર પોતાના વિરોધીઓને સર્વિસ તોડી હતી. 

US OPEN: બોપન્ના-શાપોવાલોવની જોડી પહોંચી બીજા રાઉન્ડમાં, પેસ-દુરાનની જોડી બહાર

ન્યૂયોર્કઃ ભારત માટે અમેરિકી ઓપનમાં બીજો દિવસ સરેરાશ પરિણામ વાળો રહ્યો જેમાં રોહન બોપન્નાએ ડેનિસ શાપોવાલોવની સાથે મળીને અહીં પુરૂષ ડબલ્સ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો તો લિએન્ડર પેસ અને ગુલીરેમો દુરાને પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

બોપન્ના અને તેના કેનેડાના જોડીદારે શુક્રવારની રાત્રે માત્ર 55 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં પિયરે હ્યેજેસ અને હર્બર્ટની ફ્રાન્સની જોડીને 6-3 6-1થી પરાજય આપ્યો હતો. 

બોપન્ના અને શાપોવાલોબે બે વાર પોતાની સર્વિસ ગુમાવી પરંતુ તેણે સાત તકમાં છ વખત પોતાના વિરોધીઓની સર્વિસ તોડી હતી. 

પેસ અને આર્જેન્ટીનાના ગુલીરેમો દુરાનને સર્બિયાના મિમોમીર અને નોર્વેના કૈસ્પર રૂડ સામે 5-7 2-6થી હાર મળી હતી. દિવિજ શરણ અને મોનાકો કે હુગો નીસ ગુરૂવારે પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયા હતા. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More