Home> Sports
Advertisement
Prev
Next

B'day Special: ભારતને પ્રથમ વિશ્વકપ અપાવનાર કેપ્ટનની કહાની

રવિવારે પોતાનો જન્મદિવસ ઉજવી રહેલા કપિલ દેવ સાથે જોડાયેલી મોટી વાતોમાંથી એક છે, તે ત્યારેટ ફિટનેસની સમસ્યાને કારણે ટીમમાંથી બહાર થયા નથી. 
 

 B'day Special: ભારતને પ્રથમ વિશ્વકપ અપાવનાર કેપ્ટનની કહાની

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આ  સમયે ઓસ્ટ્રેલિયામાં ખેલાડીઓની ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહી છે. પરંતુ તે સિરીઝ જીતીને ઈતિહાસ રચવાની નજીક છે. આ સમયે જ્યારે ટીમના ઘણા ખેલાડીઓ ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, તેવામાં ભારતીય ફાસ્ટ બોલરની વાત થવી જરૂરી છે, જે ક્યારેય ફિટનેસને કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર થયો નથી. અમે વાત કરી રહ્યાં છીએ ભારતના સફળ કેપ્ટનોમાંથી એક કપિલ દેવ નિખંજની જે રવિવારે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. કપિલ દેવનો જન્મ 6 જાન્યુઆરી 1959મા થયો હતો. ભારતીય ક્રિકેટમાં કપિલ દેવ ન માત્ર એક મહાન ખેલાડી પરંતુ તેમના અતુલનીય યોગદાન માટે પણ જાણીતા છે. 

1983મા કપિલ દેવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર વિશ્વકપ જીત્યો હતો. તકપિલે નવી પ્રતિભાઓને નિખારવામાં પણ મબહત્વની ભૂમિકા ભજવી છે. કપિલ એક બોલરના રૂપમાં ટીમમાં સામેલ થયો પરંતુ જલ્દી તેમણે એક ઓલરાઉન્ડરના રૂપમાં ક્રિકેટની દુનિયામાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. કપિલ દેવ તે પહેલા એવા ખેલાડીઓમાંથી એક હતા, જેમણે તે દેખાડ્યું કે નાના શહેરોમાંથી આવેલી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડી શકે છે. 

ક્યારેય ફિટનેસને કારણે ન ગુમાવી ટેસ્ટ મેચ
કપિલ દેવ સાથે જોડાયેલી એક સૌથી મોટી વાત છે કે, તેઓ ક્યારે ખરાબ ફિટનેસને કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર થયા નથી. પોતાના લાંબા કરિયરમાં કપિલ દેવે ફિટનેસને કારણે ટેસ્ટ મેચ પણ ગુમાવી નથી. પોતાના 16 વર્ષના કરિયરમાં તેમણે 131 ટેસ્ટ મેચ રમી. આ સિવાય તેમણે પોતાના કરિયરમાં એકમાત્ર ટેસ્ટ મેચ ગુમાવી હતી પરંતુ તે ફિટનેસની સમસ્યાને કારણે નહીં. આ સિવાય કપિલ પોતાના ટેસ્ટ કરિયરની 184 ઈનિંગમાં ક્યારેય રનઆઉટ થયા નથી. 

માત્ર એક વખત ટેસ્ટ ટીમમાંથી બહાર
ભારતને પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કપિલ દેવે ટીમમાંથી બહાર થવું પડ્યું હતું, જૂન 1983મા ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. તેના એક વર્ષ બાદ ડિસેમ્બર 1984મા કપિલ દેવે ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. આ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન થયું હતું. ત્યારબાદ ભારતના બે દિગ્ગજ ક્રિકેટરો સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ વચ્ચે વિવાદ સામે આવ્યો હતો. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ હોમ ટેસ્ટ સિરીઝ રમી રહી હતી. તેમાં તેણે 1-2થી પરાજયનો સામનો કર્યો હતો. સિરીઝનો ચોથો ટેસ્ટ કોલકત્તામાં રમાવાનો હતો. આ પહેલા કપિલ દેવને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેમાં સુનીલ ગાવસ્કરનો હાથ હોવાની વાત સામે આવી હતી. ત્યારે ગાવસ્કર ટીમના કેપ્ટન હતા. 

પસંદગીકારો થયા હતા નારાજ
મહત્વનું છે કે, આ પહેલા દિલ્હીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં કપિલ દેવે કંઈક કર્યું તો, પસંદગીકારો નારાજ થઈ ગયા હતા. કપિલ દેવ અને ગાવસ્કર વચ્ચે સંબંધ સારા રહ્યાં નથી. તેની પાછળ 1984ની ઘટનાને માનવામાં આવે છે, જ્યારે કપિલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ગાવસ્કર પ્રમાણે, દિલ્હી ટેસ્ટના છેલ્લા દિવસે કપિલ બેટિંગ કરતા સમયે ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. તે ત્યારે જ્યારે ટીમ મેચ બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી. સારા બેટ્સમેન આ પ્રકારનો શોટ રમે તેનાથી નારાજ પસંદગીકારોએ કપિલને કોલકત્તા ટેસ્ટમાંથી બહાર કરી દીધો હતો. 

પ્રથમ મેચમાં મળી હતી માત્ર એક વિકેટ
કપિલ દેવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો પ્રથમ મેચ 16 ઓક્ટોબર 1978ના ફૈસલાબાદમાં પાકિસ્તાન વિરુદ્ધ સિરીઝ રમી હતી. આ મેચમાં તેમનું પ્રદર્શન કંઈ ખાસ ન રહ્યું અને તે માત્ર એક વિકેટ ઝડપી શક્યો નથી. તેણે સાદિક મોહમ્મદને આઉટ કર્યો હતો. તે સૌથી યુવા ખેલાડી હતી જેણે 100 વિકેટ લીધી અને 1000 રન બનાવ્યા હતા. 8 ફેબ્રુઆરીએ 1994ના શ્રીલંકાના હસન તિકલરત્નને આઉટ કરીને કપિલે રિચર્ડ હેડલીની 431 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો. 

લાંબા સમયથી આ રેકોર્ડ રહ્યો છે કપિલના નામે
રિટાયર થયા સુધી કપિલ ટેસ્ટ ક્રિકેટમાં 434 વિકેટ ઝડપી ચુક્યો છે. આગામી 8 વર્ષો સુધી તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ રહ્યો. વેસ્ટ ઈન્ડિઝના કર્ટની વોલ્શે 2000મા તેમનો આ રેકોર્ડ તોડ્યો હતો. કપિલના નામે ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ રહ્યો હતો. 1988મા કપિલ દેવે વનડેમાં જોએલ ગાર્નરનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે પોતાના કરિયરમાં 253 વનડે વિકેટ ઝડપી હતી. તેમનો રેકોર્ડ 1994મા વસીમ અકરમે તોડ્યો હતો. 

1983નો વિશ્વકપ
કપિલ દેવને સૌથી વધુ યાદ 1983ના વિશ્વકપ માટે કરવામાં આવી છે. તેમની આગેવાનીમાં ભારતે પ્રથમવાર 1983મા વિશ્વકપ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં કપિલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે 8 મેચોમાં 303 રન બનાવ્યા, 12 વિકેટ અને 8 કેચ ઝડપ્યા હતા. ઝિમ્બાબ્વે વિરુદ્ધ તેમની 175 રનની અણનમ અવિશ્વસનીય ઈનિંગે ટીમ ઈન્ડિયાને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. 

ત્યારબાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝ જેવી શક્તિશાળી ટીમને હરાવીને વિશ્વકપ જીત્યો હતો. આ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. આજની પેઢીની ઘણા ભારતીય ક્રિકેટ સિતારાઓ આ વર્લ્ડકપથી પ્રેરિત થઈને ક્રિકેટર બન્યા હતા જેમાં ભારતનો મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ સામેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More