Home> Sports
Advertisement
Prev
Next

IPLની પ્રાઇઝ મનીમાં બીસીસીઆઈએ કર્યો મોટો ઘટાડો, તમામ ફ્રેન્ચાઇઝીઓ નારાજ


બીસીસીઆઈએ આ વખતે આઈપીએલની સિઝનની શરૂઆત પહેલા ટીમોને મળનારી ઇનામી રકમમાં મોટો ઘટાડો કર્યો છે. પ્લેઓફમાં પહોંચનારી ટીમોને આ વખતે પહેલા કરતા અડધી ઇનામી રકમ મળશે. 
 

IPLની પ્રાઇઝ મનીમાં બીસીસીઆઈએ કર્યો મોટો ઘટાડો, તમામ ફ્રેન્ચાઇઝીઓ નારાજ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ઇનામી રકમ ઘટાડીને અડધી કરવાના બીસીસીઆઈના નિર્ણયથી તમામ આઠ ફ્રેન્ચાઇઝી નાખુશ છે. આ ટૂર્નામેન્ટની તમામ ફ્રેન્ચાઇઝીઓ જલદી એક બેઠક કરી બોર્ડના 'અનપેક્ષિત પગલાંને લઈને ભવિષ્યની કાર્યવાહી પર નિર્ણય કરશે. ટોપ-4 ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે વેંચાતી રકમને 50 કરોડ રૂપિયાથી ઘટાડીને 25 કરોડ કરી દેવામાં આવી છે.'

ઇનામ પણ ઓછું અને હવે દરેક મેચનો ખર્ચ પણ વધુ
આ સિવાય પ્રત્યેક ફ્રેન્ચાઇઝીઓ આઈપીએલ  મેચની યજમાની કરનારા રાજ્ય સંઘને 50 લાખ રૂપિયાની ચુકવણી કરવાનું કહેવામાં આવ્યું છે. રાજ્ય સંઘને અપાતી આ રકમ પહેલા 30 લાખ હતી એટલે કે તેમાં પણ 20 લાખનો વધારો કરવામાં આવ્યો છે. 

ફ્રેન્ચાઇઝીઓ નાખુશ- કહ્યું અમારી પાસે સલાહ પણ ન લીધી
દક્ષિણ ભારતની એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ જણાવ્યું, 'અમે નાખુશ છીએ કે પ્લેઓફ સાથએ જોડાયેલી રકને અડધી કરી દેવામાં આવી છે. આ મુદ્દા પર અમારી સાથે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી નથી. ફ્રેન્ચાઇઝીઓએ અનૌપચારિક રીતે આ મુદ્દા પર ચર્ચા કરી છે અને જલદી આ મુદ્દા પર ચર્ચા માટે ઔપચારિક બેઠક થશે.

ICC Women's T20 WC: વરસાદને કારણે સેમિફાઇનલ ધોવાઈ તો ભારત-આફ્રિકા ફાઇનલમાં, જાણો કેમ?  

આ મુદ્દા પર જલદી બેઠક કરશે તમામ ફ્રેન્ચાઇઝી
એક અન્ય ફ્રેન્ચાઇઝીના અધિકારીએ કહ્યું, 'મોટો ઝટકો લાગ્યો છે. અમે આંતરિક રૂપથી અને અન્ય ટીમોની સાથે તેના પર વિચાર કરી રહ્યાં છીએ. તેના પર ચર્ચા માટે જલદી તમામ ટીમોની બેઠક યોજાશે.' આઈપીએલની આગામી સિઝન 29 માર્ચથી વાનખેડે સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલાની સાથે શરૂ થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More