Home> Sports
Advertisement
Prev
Next

AUS vs IND: ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા આ રીતે કરે છે તૈયારી, બીસીસીઆઈએ શેર કર્યો વીડિયો


BCCIઅ સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં શમી અને સિરાજ બોલિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. 

AUS vs IND: ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા આ રીતે કરે છે તૈયારી, બીસીસીઆઈએ શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝ 27 નવેમ્બરથી શરૂ થવાની છે. આ માટે ટીમ ઈન્ડિયા તૈયારીઓ કરી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેમાં પેસર મોહમ્મદ શમી અને સિરાજ નેટ્સ પર બોલિંગ કરતા જોવા મળી રહ્યા છે. 

બોર્ડે જે વીડિયો શેર કર્યો છે, તેમાં શમી અને સિરાજ બોલિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યાં છે. બંન્ને બોલર સટીક લાઇન અને લેંથ પર બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો સિડનીમાં 27 નવેમ્બરે રમાવાનો છે. ત્યારબાદ 29 નવેમ્બર અને 2 ડિસેમ્બરે સિરીઝમાં બાકી વનડે મેચ રમાશે. પછી 4, 6 અને 8 ડિસેમ્બરે બંન્ને ટીમો વચ્ચે ટી20 મેચ રમાશે. ત્યારબાદ 4 મેચોની ટેસ્ટ સિરીઝ 17 ડિસેમ્બરે શરૂ થશે જેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 15 જાન્યુારીથી બ્રિસબેનમાં રમાશે. 

વન ડે સિરીઝ માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (વાઇસ-કેપ્ટન, વિકેટકીપર), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ , મોહમ્મદ શમી, નવદીપ સૈની, સંજૂ સેમનસ અને શાર્દુલ ઠાકુર.

ટી 20 શ્રેણી માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડયા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દિપક ચાહર અને ટી નટરાજન.

ક્રિકેટર શાકિબે કોલકત્તામાં કરી કાલી પૂજા, કટ્ટરપંથીઓની ધમકી પર માગી માફી  

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (માત્ર એક ટેસ્ટ રમશે), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઇસ કપ્તાન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધામાન સાહા, રિષભ પંત (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન અને મોહમ્મદ સિરાજ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More