Home> Sports
Advertisement
Prev
Next

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યને લઇને આવ્યા નવા અપડેટ, એક નજીકના સૂત્રએ આપી જાણકારી

ભારતના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઇ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને છાતીમાં દુ:ખાવો થતા વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પરિવારના એક નજીકના સૂત્રએ જાણકારી આપી છે કે, ગાંગુલીની સ્થિતિ સ્થિર છે અને તેઓ ખતરાથી બહાર છે

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યને લઇને આવ્યા નવા અપડેટ, એક નજીકના સૂત્રએ આપી જાણકારી

નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઇ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને છાતીમાં દુ:ખાવો થતા વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પરિવારના એક નજીકના સૂત્રએ જાણકારી આપી છે કે, ગાંગુલીની સ્થિતિ સ્થિર છે અને તેઓ ખતરાથી બહાર છે. સૂત્રના જણાવ્યા અનુસાર, ગાંગુલી તેમના ઘરમાં બનેલા જિમમાં વર્જિશ કરી રહ્યા હતા અને ત દરમિયાન ચક્કર આવ્યા હતા અને ત્યારબાદ તેમણે બ્લેકઆઉટની ફરિયાદ કરી હતી. તેમણે તેમના ફેમેલી ડોક્ટરને બોલાવ્યા જેમણે તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.

સૂત્રએ જણાવ્યું કે હોસ્પિટલ લાવ્યા બાદ તેમનો ઇસીજી ટેસ્ટ કરવામાં આવ્યો. તઓ હવે સ્વસ્થ છે અને ખતરાથી બહાર છે. તેમને એન્જિયોપ્લાસ્ટીની જરૂરીયાત પડી શકે છે. ટ્રોપોનિન ટી ટેસ્ટ પણ તમનો કરવામાં આવશે. જેનાથી છાતીમાં દુ:ખાવાનું કારણ જાણી શકાય.

આ સમાચાર મળ્યા છે કે, ડોક્ટર સરોજ મોંડલ, જે શહેરના એસએસકેએમ હોસ્પિટલમાં પ્રોફેસર છે, ગાંગુલીની સારસંભાળ માટે વુડલેન્ડ હોસ્પિટલ પહોંચી ગયા છે અને તેઓ તેમની દેખરેખ કરી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળ (West Bengal)ની સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee)એ ટ્વીટ કરી કહ્યું છે કે, સૌરવ ગાંગુલી વિશે સાંભળીને દુ:ખ થયું કે તેમને કાર્ડિયક અરેસ્ટ થયો છે. હું તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થના તેમના અને તેમના પરિવાર સાથે છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર જ્યારે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) જિમમાં હતા ત્યારે તેમને ચક્કર આવ્યા ત્યારબાદ કેટલાક ટેસ્ટ માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સૌરવ ગાંગુલીના કરિયરમાં 113 ટેસ્ટ, 311 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમના નામે વન ડેમાં 11,363 અને ટેસ્ટ કરિયરમાં કુલ 7,212 રન નોંધાયેલા છે. એટલું જ નહીં વન ડે ક્રિકેટમાં તેમણે 100 વિકેટ પણ લીધી છે. જેમાં 2 વખત 5 વિકેટ પણ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More