Home> Sports
Advertisement
Prev
Next

ICC WC 2023: વર્લ્ડ કપ પહેલાં BCCI એ કડક નિયમો લાગુ કર્યા, ખેલાડીઓને ઈજા અંગે ચેતવણી આપી

જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો, આ પહેલા તે એશિયા કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. હવે તે IPLમાંથી પણ બહાર થઈ જશે.આ સિવાય સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ લાંબા સમયથી ઈજાગ્રસ્ત હતો.

ICC WC 2023: વર્લ્ડ કપ પહેલાં BCCI એ કડક નિયમો લાગુ કર્યા, ખેલાડીઓને ઈજા અંગે ચેતવણી આપી

BCCI Players Injury: ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમના ખેલાડી શ્રેયસ અય્યરને ઈજા થઈ હતી. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે પહેલા જ આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. બંને ખેલાડીઓ આગામી વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ છે. જોકે હાલમાં બંને ખેલાડી ટીમ ઈન્ડિયા માટે અનફિટ હોવાના સમાચાર છે. આ બધાની વચ્ચે બીસીસીઆઈએ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે એનસીએને ખેલાડીઓની રિકવરી અને તેમની ઇજાઓ પર વધુ સારી રીતે નજર રાખવા માટે કડક ચેતવણી આપી છે.

આઈપીએલમાં ફિટ,બીજી મેચ માટે અનફીટ: 
જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો, આ પહેલા તે એશિયા કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. હવે તે IPLમાંથી પણ બહાર થઈ જશે.આ સિવાય સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ લાંબા સમયથી ઈજાગ્રસ્ત હતો. જોકે તે હવે ફિટ થઈ ગયો છે અને આઈપીએલમાં રમી રહ્યો છે. કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઋષભ પંત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો. હતો તો શ્રેયસ અય્યરને આઈપીએલ પહેલા ઈજા થઈ હતી. આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે, જેના માટે બુમરાહ અને શ્રેયસ અય્યર ફિટ હોવા ટીમ માટે અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો: પીળા દાંત સફેદ મોતી જેવા ચમકાવવા છે તો 5 રૂપિયા કરી લો ખર્ચ, હસતા નહી આવે શરમ
આ પણ વાંચો: Elaichi Remedy: નોકરીની સમસ્યા અને આર્થિક તંગી પડે છે તો આ ઉપાયો અજમાવો, મળશે જબરદસ્ત પ્રગતિ
આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે

BCCIએ NCAને એલર્ટ કર્યું:
સ્પોર્ટ્સ ટોકમાં બીસીસીઆઈના નજીકના એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે બીસીસીઆઈએ એનસીએને ચેતવણી આપી છે. અને તેમને ખેલાડીની ઈજાઓને વધુ સારી રીતે જોવા માટે કહ્યું છે. તે જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ વારંવાર ઈજાગ્રસ્ત કેમ થાય છે તેની પાછળના કારણો પણ તપાસશે. ખેલાડીઓની ઇજાઓની સંખ્યા વધુ હોવાને કારણે આપણે કેટલાક વિદેશી ઇજા મેનેજરો અને ડોકટરોની ટીમ લાવવાનું વિચારી રહ્યા છીએ.

આ પણ વાંચો: બોલિવૂડની બલાઓ, એક્ટિંગથી વધુ બોલ્ડનેસથી રહે ચર્ચામાં, ઈન્ટરનેટનો વધારે છે પારો
આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે
આ પણ વાંચો: રાતે સૂતા પહેલાં ખાઓ આ એક વસ્તુ : ઘોડા જેવી મળશે તાકાત, બૂસ્ટર ડોઝ સાબિત થશે

બીસીસીઆઈ રાજ્ય ક્રિકેટ એસોસિયેશન સ્તર પર નજર રાખશે:
સૂત્રએ કહ્યું કે બીસીસીઆઈ હવે રાજ્ય એસોસિએશનની ફિઝિયોથેરાપી માટે ચૂકવણી કરશે અને ખેલાડીઓના રિપોર્ટ પર નજર રાખશે. આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે અને વર્લ્ડ કપની ટીમમાં સામેલ ઘણા મોટા ખેલાડીઓ હજુ પણ અનફિટ છે. તેથી અમે વધારે જોખમ લઈ શકીએ તેમ નથી. સૂત્રએ જણાવ્યું કે શ્રેયસ અય્યર તેમના અંગત ડોકટરોના પણ સંપર્કમાં છે. એનસીએએ ઐયરને સર્જરી માટે સલાહ આપી છે પરંતુ હજુ સુધી તે નક્કી નથી કે શ્રેયસ અય્યર સર્જરી કરાવશે કે નહીં. જેના કારણે તેના વિશે વધુ કંઈ કહી શકાય નહીં. આગામી દિવસોમાં તે નક્કી થઈ જશે કે શ્રેયસ અય્યર રમશે કે નહીં.

આ પણ વાંચો: Corona Case: કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલયની નવી એડવાઈઝરી જાહેર
આ પણ વાંચો: પેનિસની સાઈઝ થઈ રહી છે નાની તો પુરૂષો ચેતજો, આ 5 આદતો સુધારી દેજો નહીતર પત્ની...
આ પણ વાંચો: IPL 2023: ધોનીને એમ જ નથી કહેવાતો 'કિંગ ઑફ સિક્સર' , જુઓ આ રેકોર્ડ; ખાતરી થઈ જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More