Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020 ના આયોજનથી BCCI ને આટલા કરોડનો ફાયદો, દર્શકોની સંખ્યામાં વધારો

કોવિડ-19 (COVID-19)મહામારીના ખતરા બાદ આઇપીએલ 2020 (IPL 2020)ને ભારતના બદલે યૂએઇમાં આયોજિત કરવામાં આવી. તમામ મેચ 19 સપ્ટેબરથી 10 નવેમ્બર વચ્ચે દુબઇ, અબુધાબી અને શારજહા (Sharjah)માં રમાઇ.

IPL 2020 ના આયોજનથી BCCI ને આટલા કરોડનો ફાયદો, દર્શકોની સંખ્યામાં વધારો

નવી દિલ્હી: કોવિડ-19 (COVID-19)મહામારીના ખતરા બાદ આઇપીએલ 2020 (IPL 2020)ને ભારતના બદલે યૂએઇમાં આયોજિત કરવામાં આવી. તમામ મેચ 19 સપ્ટેબરથી 10 નવેમ્બર વચ્ચે દુબઇ, અબુધાબી અને શારજહા (Sharjah)માં રમાઇ. તાજા જાણકારી અનુસાર આ મેગા ટૂર્નાર્મેંટના આયોજનથી બીસીસીઆઇ (BCCI)ને જોરદાર ફાયદો થયો છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ યૂએઇમાં આયોજિત આ ટૂર્નામેંટથી લગભગ 4 હજાર કરોડ રૂપિયાની કમાણી થઇ છે. આ સાથે જ ટીવી દર્શકોની સંખ્યામાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ આઇપીએલમાં 1800 લોકોના લગભગ 20 હજાર આરટી-પીસીઆર કોવિડ ટેસ્ટ  (RT-PCR Covid tests)કરવામાં આવ્યા. જેથી તમામ 60 મેચ વિના કોઇ પરેશાની આયોજિત થઇ શકી. 

કોરોના વાયરસ (Coronavirus)ના લીધે દુબઇ (Dubai)માં સરકારે 7 દિવસના કોરોન્ટાઇન બાદ ટ્રેનિંગની પરવાનગી આપી હતી. પરંતુ અબુધાબી (Abu Dhabi)માં 14 દિવસોના કોરોન્ટાઇન અનિવાર્ય હતું. આ વેન્યૂને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians)અને કલકત્તા નાઇટરાઇડર્સ (Kolkata Knight Riders)ના હોમ ગ્રાઉન્ડ બનાવ્યું હતું. બીસીસીઆઇએ અબુધાબી વહિવટીતંત્ર સાથે વાત કરી આ કોરોન્ટાઇન પીરિયડને ઓછો કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More