Home> Sports
Advertisement
Prev
Next

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વિવાદ બાદ બદલી ટીમની જર્સી

હકીકતમાં વિશ્વકપમાં બાંગ્લાદેશ સિવાય પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની જર્સીનો રંગ પણ લીલો છે. 
 

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વિવાદ બાદ બદલી ટીમની જર્સી

ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વિશ્વ કપ માટે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની જર્સીને લઈને થયેલા વિવાદ બાદ જર્સીમાં ફેરફાર કર્યો છે. બોર્ડે આગામી વિશ્વ કપ અને આયર્લેન્ડ તથા વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રિકોણીય સિરીઝ પહેલા લીલા કલરની નવી જર્સી લોન્ચ કરી હતી, પરંતુ પ્રશંસકો અને મીડિયાની ટીકા તથા નારાજગી બાદ બોર્ડના ડાયરેક્ટર નિજામુદ્દીન ચૌધરીએ જર્સીમાં ફેરફાર કરવાનું આશ્વાસન આપ્યું છે. 

બોર્ડના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું હતું, 'બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની ઘરેલું જર્સીમાં ફેરફાર કરવામાં આવશે.' અત્યારે જર્સીમાં લાલ કલરનો અંશ નથી પરંતુ નવી જર્સીમાં લાલ કલર હશે. 

હકીકતમાં વિશ્વ કપમાં બાંગ્લાદેશ સિવાય પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની જર્સીનો રંગ પણ સંપૂર્ણ રીતે લીલો છે. સોમવારે બાંગ્લાદેશ ટીમે ઘરેલું અને વિદેશી મુકાબલા માટે જર્સી લોન્ચ કરી હતી, પરંતુ ઘરેલુ જર્સી પૂર્ણ રીતે લીલી હતી જે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જર્સી જેવી લાગતી હતી. બાંગ્લાદેશ 1971 સુધી પાકિસ્તાનનો ભાગ હતું. જર્સીમાં કોઈ લાલ કલર નહતો. બાંગ્લાદેશનો રાષ્ટ્રીય ધ્વ લીલો છે અને લાલ રંગ છે જે માટ્ટી અને સૂરજનું પ્રતિક છે. 

જર્સીને લઈને થયેલી બબાલ બાદ મંગળવારે નવી જર્સી લોન્ચ કરવામાં આવી, જેમાં મધ્યમાં લાલ કલરની પટ્ટી છે અને તેના પર બાંગ્લાદેશ લખેલું છે. ટીમ 5 મેથી ઈંગ્લેન્ડમાં આયર્લેન્ડ અને વિન્ડીઝ વિરુદ્ધ ત્રિકોણીય શ્રેણી રમશે. વિશ્વમાં તેનો પ્રથમ મુકાબલો 2 જૂને ઓવલ મેદાન પર દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છે. વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થશે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More