Home> Sports
Advertisement
Prev
Next

ઈંગ્લેન્ડના ખેલાડીઓે બૂટ નીચે બોલને દબાવીને કંઈક ચેડાં કરતા હતાં, જોઈને સહેવાગે કહ્યું યે ક્યા હો રહા હૈ?

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બે ખેલાડીઓ પોતાના જૂતાથી બૉલ સાથે છેડછાડ કરી રહ્યા છે. વીડિયોમાં માત્ર જૂતા જ દેખાઈ રહ્યા હોવાથી એ જાણવું મુશ્કેલ છે કે, આ ખેલાડીઓ કોણ છે? 

ઈંગ્લેન્ડના ખેલાડીઓે બૂટ નીચે બોલને દબાવીને કંઈક ચેડાં કરતા હતાં, જોઈને સહેવાગે કહ્યું યે ક્યા હો રહા હૈ?

લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લૉર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસે એવી ઘટના સામે આવી છે, જે વિવાદને જન્મ આપી શકે છે. ભારતીય ઈનિંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંગ્રેજ ક્રિકેટરો જૂતાથી બૉલને ટેમ્પર કરતા જોવા મળી રહ્યા છે. પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દર સહવાગ અને આકાશ ચોપરાએ અંગ્રેજ ક્રિકેટરોની આ હરકત પર સવાલ ઉઠાવ્યા છે. વીરેન્દર સહવાગે મજા લેતા સવાલ ઉઠાવ્યા છે. તેમણે બૉલને ટેમ્પર કરતા સમયની તસવીર શેર કરીને ટ્વિટર પર લખ્યું કે- આ શું થી રહ્યું છે. શું આ ઈંગ્લેન્ડના ખેલાડીઓની કોવિડ નિવારવાના ઉપાયથી બૉલ સાથે છેડછાડ છે?
 

બીજી તરફ, આકાશ ચોપડાએ પણ પુછ્યું કે - શું આ બૉલ  ટેમ્પરિંગ છે?  આ પહેલા ત્રીજા દિવસે કેએલ રાહુલ પર દર્શકની બાલ્કનીમાંથી શેમ્પેઈનની બોટલનું ઢાંકણ ફેંકવાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે ચોથા દિવસે કોહલી અને જેમ્સ એન્ડરસન વધી હૉટ ટૉક થઈ હતી.
 

શું છે વીડિયોમાં?
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બે ખેલાડીઓ પોતાના જૂતાથી બૉલ સાથે છેડછાડ કરી રહ્યા છે. વીડિયોમાં માત્ર જૂતા જ દેખાઈ રહ્યા હોવાથી એ જાણવું મુશ્કેલ છે કે, આ ખેલાડીઓ કોણ છે? જો કે સ્ટુઅર્ટ બ્રૉડની તરફથી આ પુરા મામલામાં એક ટ્વીટ પોતાની ટીમના બચાવમાં કરવામાં આવ્યું છે. જેમાં માર્ક વુડ અને રોરી બર્ન્સનું નામ લખવામાં આવ્યું છે.
 

બ્રૉડની સફાઈ:
સીરીઝથી બહાર થઈ ચુકેલા ફાસ્ટ બૉલર બ્રૉડ હાલ કમેન્ટ્રી કરી રહ્યા છે. ટ્વિટર પર પર તેણે આ મામલે બચાવ કરતા કહ્યું કે- મારું માનવું છે કે માર્ક વુડ કિક કરે છે, પરંતુ રોરી બર્ન્સ બૉલને રોકવામાં નિષ્ફળ રહે છે અને ભૂલથી બૉલ તેમના પગ નીચે આવી જાય છે. તસવીરના બદલે વીડિયોમાં જુઓ તો મામલો વધુ સાફ નજર આવશે.
 

ક્યારે બદલવામાં આવે છે બૉલ?
આના પર કેટલાક ચાહકોએ સવાલ ઉઠાવીને એવી માંગ કરી કે બૉલને બદલી નાખવો જોઈએ. અહીં જણાવી દઈએ કે, સ્વિંગ પામવા માટે ક્રિકેટર્સ આવું કરે છે. જ્યારે પણ એવો મામલો સામે આવે તો અમ્પાયલ બૉલને ચેક કરે અને છેડછાડ લાગે તો તેને બદલી દે છે. આવું બૉલ સ્ટેન્ડની બહાર જવા પર પણ થાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More