Home> Sports
Advertisement
Prev
Next

'બાબા કા ઢાબા', દિલ્હી કેપિટલ્સે ટ્વીટ કરીને કહ્યું, 'દિલ્હીવાસીઓનું હૃદય વિશાળ છે'

દિલ્હી કેપિટલ્સની ટીમ અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બાબા કા ઢાબાને સપોર્ટ કરવાની વાત કહી છે. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીએ દિલ્હીવાસીઓને આગળ આવવાનું કહ્યું છે. અશ્વિને પણ પૂછ્યુ કે તે કઈ રીતે તેની મદદ કરી શકે છે. 
 

 'બાબા કા ઢાબા', દિલ્હી કેપિટલ્સે ટ્વીટ કરીને કહ્યું, 'દિલ્હીવાસીઓનું હૃદય વિશાળ છે'

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ દંપતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં નાનું ઢાબુ ચલાવે છે. ઢાબાનનું નામ છે 'બાબા કા ઢાબા'. કોરોનાને કારણે ઘણા લોકોની જેમ તેમના બિઝનેસ પર પણ અસર પડી છે. 

કોરોનાને કારણે તેમનો વ્યાપાર ઠપ્પ થઈ ગયો હતો. તેના કારણે તેઓ પરેશાન હતા. જ્યારે એક વ્યક્તિએ તેમની સાથે વાત કરી તો તેઓ પોતાનું દુખ ન સંભાળી શક્યા અને રોવા લાગ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવી ગયો. ત્યારબાદ ઘણી મોટી સેલિબ્રિટીએ તેમની મદદ કરવાનું આહ્વાન સોશિયલ મીડિયા પર કર્યું. આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે પણ બાબાના ઢાબાને સપોર્ટ કરવાની અપીલ દિલ્હીવાસીઓને કરી છે. 

કોરોનાકાળમાં ગ્રાહકોની મંદીથી ચોધાર આંસુએ રડી પડ્યા વૃદ્ધ

દિલ્હી કેપિટલ્સે વીડિયોને રીટ્વીટ કરતા લખ્યુ- સમય મુશ્કેલ છે, પરંતુ 'દિલ્હીવાસીઓનું હૃદય એક ઉદાહરણ છે ને?'

દિલ્હીવાસીઓ, આજે આ પડકારજનક સમયમાં આપણા સ્થાનીક વ્યાપારને તમારા મદદની જરૂર છે. તો કાલથી આ આંસુઓને ખુશીના આસુંઓમાં બદલીએ. 

આ સિવાય ક્રિકેટર રવિચંદ્રને પણ વીડિયો ટ્વીટ કરનારી મહિલાને કહ્યું, હું તમને મેસેજ કરી શકતો નથી પરંતુ શું કોઈ રીત છે કે હું આ વ્યક્તિની મદદ કરી શકુ છું? હું સહયોગ કરવા ઈચ્છીશ.

અહેવાલ અનુસાર આ વૃદ્ધનું નામ કાંતા પ્રસાદ છે. તેઓ પોતાની પત્નીની સાથે સવારે 6.30 કલાકે ભોજન બનાવવાનું શરૂ કરે છે અને 9.30 સુધી તેને તૈયાર કરીને પહોંચી જાય છે. તેમની પાસે દાળ, કઢી, પરાઠા, ભાત, મટર-પનીર અને શાક હોય છે. 

ત્યારબાદ દિલ્હીના લોકો મોટી સંખ્યામાં ત્યાં ભેગા થયા. લોકો બાબાના ઢાબા પર ભોજન માટે પહોંચ્યા હતા. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More