Home> Sports
Advertisement
Prev
Next

AUS OPEN: 7 વખતની ચેમ્પિયન સેરેના ત્રીજા રાઉન્ડમાં, જિડૈનસેકને હરાવી, 15 વર્ષની ગોફ પણ જીતી

પુરૂષ સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વર્લ્ડ નંબર-2 સર્બિયાના નોવાક જોકોવિચે પણ બીજા રાઉન્ડમાં વિજય મેળવ્યો છે. તેણે જાપાનના તાત્સુમા ઇટોને 6-1, 6-4, 6-2થી પરાજય આપ્યો હતો. 

AUS OPEN: 7 વખતની ચેમ્પિયન સેરેના ત્રીજા રાઉન્ડમાં, જિડૈનસેકને હરાવી, 15 વર્ષની ગોફ પણ જીતી

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં બુધવારે અમેરિકાની સેરેના વિલિયમ્સ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. 7 વખતની ચેમ્પિયન સેરેનાએ સ્લોવેનિયાની તમારા જડૈનસેકને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. તેણે આ મુકાબલો 6-2, 6-3થી પોતાના નામે કર્યો હતો. બીજીતરફ 15 વર્ષની કોકો ગોફ ત્રીજા રાઉન્ડમાંપ હોંચી ગઈ છે. અમેરિકાની ગોફે રોમાનિયાની સોરાના ક્રિસ્ટિયાને 4-6, 6-3, 7-5થી હરાવી હતી. તેનો આગામી મુકાબલો જાપાનની નાઓમી ઓસાકા સામે થશે. ગોફ પાછલા વર્ષે યૂએસ ઓપનમાં ઓસાકા વિરુદ્ધ હારીને બહાર થઈ હતી. 

પુરૂષ સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વર્લ્ડ નંબર-2 સર્બિયાના નોવાક જોકોવિચે પણ બીજા રાઉન્ડમાં વિજય મેળવ્યો છે. તેણે જાપાનના તાત્સુમા ઇટોને 6-1, 6-4, 6-2થી પરાજય આપ્યો હતો. આ સિવાય મહિલા સિંગલ્સમાં ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી, જાપાનની નાઓમી ઓસાકા અને ડેનમાર્કની કેરોલિન વોજ્નિયાકીએ પણ પોત-પોતાના મુકાબલા જીતીને ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. 

બાર્ટીએ સ્લોવેનિયાની પોલોના હેરકોગને હરાવી
વિશ્વની નંબર-1 બાર્ટીએ સ્લોવેનિયાની 48મી રેન્કિંગ પોલોના હેરકોગને 6-1, 6-4થી હરાવી હતી. તો વર્લ્ડ નંબર-4 નાઓમી ઓસાકાએ ચીનની 42મો રેન્ક ધરાવતી શાઈશાઈ ઝેંગને 6-2, 6-4થી પરાજય આપ્યો હતો. 

સિતસિપાસને વોક ઓવર મળ્યું
મિસ્ત્રના સ્ટેફાનોસ સિતસિપાસને વોક ઓવર મળ્યું છે. તે ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. તેનો જર્મનીના ફિલિપ કોહ્યલ્શ્રાઇબર સામે મુકાબલો હતો, જે સ્નાયૂ ખેચાઇ જવાને કારણે મેચમાંથી બહાર થઈ ગયો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More