Home> Sports
Advertisement
Prev
Next

Andrew Symonds Death: દુ:ખદ સમાચાર: ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત, ચાહકો શોકમાં ડૂબ્યા

Australian cricket Andrew Symonds is killed in car crash: એન્ડ્રુ સાયમન્ડ્સના નિધન બાદ ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ભૂતપૂર્વ ખેલાડી શેન વોર્નનું પણ નિધન થયું હતું.

Andrew Symonds Death: દુ:ખદ સમાચાર: ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત, ચાહકો શોકમાં ડૂબ્યા

Andrew Symonds Death: ક્રિકેટ જગત માટે આજનો દિવસ ખૂબ જ ભારે છે. 46 વર્ષીય ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે બચાવવાના અનેક કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે રોડ અકસ્માતમાં તેણે ગંભીર ઈજાઓ થઈ હતી.

એન્ડ્રુ સાયમન્ડ્સના નિધન બાદ ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ભૂતપૂર્વ ખેલાડી શેન વોર્નનું પણ નિધન થયું હતું.

કેવી રીતે થયો અકસ્માત?
એજન્સી અનુસાર, ક્વીન્સલેન્ડ પોલીસના જણાવ્યું અનુસાર, શહેરથી લગભગ 50 કિમી પશ્ચિમમાં હર્વે રેન્જમાં રાત્રે લગભગ 10:30 વાગ્યે એક અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર સ્પીડમાં હોવાથી રોડ પર પલટી મારી ગઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સ કારમાં સવાર હતા.

પોલીસે જણાવ્યું કે અકસ્માત એલિસ રિવર બ્રિજ પાસે થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે એન્ડ્રુ સાયમન્ડ્સને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ એન્ડ્ર્યુ સાયમન્ડ્સને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ સાબિત થયા. ડૉક્ટરોએ જણાવ્યું કે આ અકસ્માતમાં સાયમન્ડ્સને ખુબ જ ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાં તે એકલો હતો. તમામ પ્રયાસો છતાં એન્ડ્રુને બચાવી શકાયો ન હતો.

46 વર્ષીય એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુ બાદ તેના ચાહકો નિરાશ થયા છે. જ્યારે, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે એક ટ્વિટ દ્વારા પોતાનું દુઃખ શેર કર્યું છે. તેણે કહ્યું કે તે ખૂબ જ પીડાદાયક છે.

આ વર્ષે ત્રણ ખેલાડીઓએ કહ્યું અલવિદા 
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગત માટે આ વર્ષ ખૂબ જ દુઃખદ રહ્યું છે. આ જ વર્ષે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રોડ માર્શ અને શેન વોર્નનું પણ મૃત્યુ થયું હતું. જ્યારે, એન્ડ્ર્યુના મૃત્યુ પછી ચાહકોના હૃદય ભાંગી ગયું છે.

સાયમન્ડ્સની ક્રિકેટ કારકિર્દી
એન્ડ્રુ સાયમન્ડ્સજેમણે 10 નવેમ્બર 1998 ના રોજ ODI ડેબ્યુ કર્યું હતું, તેમણે ઓસ્ટ્રેલિયા માટે 198 ODIમાં 5088 રન બનાવ્યા હતા, જેમાં 5 સદી અને 30 અડધી સદીનો સમાવેશ થાય છે. સાયમન્ડ્સે 8 માર્ચ 2004ના રોજ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને 26 મેચમાં 1462 રન બનાવ્યા હતા. સાયમન્ડ્સે ટેસ્ટ ક્રિકેટમાં 2 સદી અને 10 અડધી સદી ફટકારી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More