Home> Sports
Advertisement
Prev
Next

Women T20 World Cup: આફ્રિકાને હરાવી ઓસ્ટ્રેલિયા સતત છઠ્ઠીવાર ફાઇનલમાં, હવે ભારત સામે ટક્કર

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ સતત છઠ્ઠીવખત મહિલા ટી20 વિશ્વકપની ફાઇનલમાં પહોંચી છે. 

Women T20 World Cup: આફ્રિકાને હરાવી ઓસ્ટ્રેલિયા સતત છઠ્ઠીવાર ફાઇનલમાં, હવે ભારત સામે ટક્કર

સિડનીઃ ICC Women T20 World Cup: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ વરસાદના વિઘ્ન વચ્ચે સિડનીમાં રમાયેલી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 5 રને પરાજય આપીને સતત છઠ્ઠી વખત મહિલા ટી20 વિશ્વકપના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે 8 માર્ચે મેલબોર્નમાં રમાનારી ફાઇનલ મેચમાં તેનો સામનો ભારત સામે થશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 134 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ ફરી વરસાદ આવતા આફ્રિકાને 13 ઓવરમાં 98 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 13 ઓવરમાં 5 વિકેટે 92 રન બનાવી શકી હતી. 

ઓસ્ટ્રેલિયા સતત છઠ્ઠી વખત ફાઇનલમાં
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ સતત છઠ્ઠીવખત મહિલા ટી20 વિશ્વકપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા 2010, 2012, 2014, 2016 અને 2018માં ફાઇનલમાં પહોંચી ચુક્યું છે. ઓસ્ટ્રેલિયા આ પહેલા 2010, 2012, 2014 અને 2018માં ચેમ્પિયન પણ બની ચુક્યું છે. 

દક્ષિણ આફ્રિકાની ઈનિંગ
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ પૂરી થયા બાદ આફ્રિકાને 13 ઓવરમાં 98 રનનો સંશોધિત લક્ષ્ય મળ્યો હતો. આફ્રિકાની ટીમને પ્રથમ ઝટકો લેજેલી લીના રૂપમાં લાગ્યો હતો. લેજેલીએ 10 રન બનાવ્યા હતા. બીજી વિકેટ માટે કેપ્ટન નિકેર્કના રૂપમાં પડી જે 12 રન બનાવી આઉટ થઈ હતી. ત્યારબાદ ત્રીજો ઝટકો ડિપ્રીઝના રૂપમાં લાગ્યો જે શૂન્ય રન પર આઉટ થઈ હતી. 

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ, લેનિંગની શાનદાર બેટિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ ઝટકો એલિસા હીલીના રૂપમાં લાગ્યો જે 13 બોલમાં 18 રન બનાવી અયાબોંગાનો શિકાર બની હતી. નડાઇન ડિ ક્લેર્કે ટીમને બીજી સફળતા અપાવી અને 24 બોલ પર 28 રન બનાવનાર બેથ મૂનીને બોલ્ડ કરીને પરત મોકલી હતી. ત્રીજી વિકેટના રૂપમાં જેસ જોનસન આઉટ થઈ જેણે 1 રન બનાવ્યો હતો. 

કાંગારૂ ટીમને ચોથો ઝટકો એશ્લે ગાર્ડનરના રૂપમાં લાગ્યો જે શૂન્ય રન પર આઉટ થઈ હતી. પાંચમી સફળતા આફ્રિકાને રશેલ હાયનેસના રૂપમાં મળી હતી. હાયનેસ 17 રન બનાવી નડીન ડિક્લર્કનો શિકાર બની હતી. મેગ લેનિંગે ટીમ માટે અણનમ 49 રનની ઈનિંગ રમી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More