Home> Sports
Advertisement
Prev
Next

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે બનાવ્યો વિશ્વ રેકોર્ડ, જીતી સતત 18મી વનડે

શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરતા ચમારા અટ્ટાપટ્ટુની સદીની મદદથી 8 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ 26.5 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવી જીતનો લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
 

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે બનાવ્યો વિશ્વ રેકોર્ડ, જીતી સતત 18મી વનડે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે વનડે ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. કાંગારૂ ટીમે સતત 18મી જીત હાસિલ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી વનડેમાં બુધવારે ઓસ્ટ્રેલિયાની ટીમે 9 વિકેટથી જીત મેળવીને સિરીઝ જીતની સાથે વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. 

શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરતા ચમારા અટ્ટાપટ્ટુની સદીની મદદથી 8 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ 26.5 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવી જીતનો લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ 3-0છી વનડે સિરીઝ જીતીને શ્રીલંકાને ક્લીન સ્વીપ પણ કરી દીધું છે. 

ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
શ્રીલંકા સાથે રમાયેલી સિરીઝની બીજી વનડેમાં સોમવારે ઓસ્ટ્રેલિયાની ટીમે 110 રનથી જીત હાસિલ કરી સતત 17મી જીત મેળવી હતી. આ મેચ જીતવાની સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાના 17 વિજયના રેકોર્ડની બરોબરી કરી હતી. 

ઓસ્ટ્રેલિયાની ટીમે વર્ષ 1997થી લઈને 1999 સુધી બેલિન્ડ ક્લાર્ક (Belinda Clarc)ની આગેવાનીમાં સતત 17 વનડે મુકાબલામાં વિજય મેળવ્યો હતો. મેગ લેનિંગની આગેવાનીમાં બુધવારે ઓસ્ટ્રેલિયાની ટીમે 18મી જીત હાસિલ કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.  

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More