Home> Sports
Advertisement
Prev
Next

AUS vs PAK: ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, પૂર્વ કેપ્ટનને પછાડ્યો

PAK vs AUS: ઓસ્ટ્રેલિયાના ધુરંધર ઓપનર ડેવિડ વોર્નરે શુક્રવારે પાકિસ્તાન સામેની વનડે વર્લ્ડ કપ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ વોર્નર અને મિશેલ માર્શે વિસ્ફોટક શૈલીમાં રન બનાવ્યા હતા.

AUS vs PAK: ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, પૂર્વ કેપ્ટનને પછાડ્યો

David Warner, PAK vs AUS : ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ શુક્રવારે વનડે વર્લ્ડકપની મેચમાં કમાલની બેટિંગ કરી હતી. બેંગ્લુરુંમાં આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું. ત્યારબાદ વોર્નરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

અમદાવાદમાં મેટ્રો અને ટ્રેનોની ઉપરથી દોડશે બુલેટ ટ્રેન, અમદાવાદનું નામ ગુંજશે

ઓસ્ટ્રેલિયાની દમદાર શરૂઆત
ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ સારી શરૂઆત કરી હતી. ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે પાકિસ્તાનના બોલરોને કોઈ તક આપી ન હતી. બંનેએ સાથે મળીને ઘણા રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 82 રન બનાવ્યા હતા. આ દરમિયાન વોર્નરે 29 બોલનો સામનો કરીને સરળતાથી 40 રન ઉમેર્યા હતા. વોર્નરે 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી જ્યારે માર્શે 46 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને SCથી રાહત, ઉલ્ટું અરજદારને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ

વર્લ્ડ કપમાં સૌથી વધુ રન
વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવા મુદ્દે વોર્નરે હવે તેમની ટીમના પૂર્વ કેપ્ટન એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધો છે. આ ICC ટૂર્નામેન્ટમાં ગિલક્રિસ્ટના નામે કુલ 1085 રન છે. ડેવિડ વોર્નર હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ઓસ્ટ્રેલિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં સૌથી ઉપર પૂર્વ કેપ્ટન અને શાનદાર બેટ્સમેન રિકી પોન્ટિંગ છે. પોન્ટિંગે ICC વર્લ્ડ કપમાં કુલ 1743 રન બનાવ્યા છે.

આ મેચમાં નહીં રમે ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક બેટર, ભારતના વર્લ્ડકપ અભિયાનને ઝટકો

સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી
આ સાથે ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે સાથે મળીને વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ તોડી નાખ્યો. અગાઉ જોહાનિસબર્ગમાં ભારત સામે 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા માટે 80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 143 રન બનાવ્યા હતા.

બ્લડ સુગર લેવલ દવા વિના રહેશે કંટ્રોલમાં, રોજ સવારે ખાલી પેટ પીવું હળદર વાળું પાણી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More