Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Paralympics માં ખેલાડીઓનું રેકોર્ડતોડ પ્રદર્શન, હાઈ જમ્પમાં પ્રવીણે જીત્યો સિલ્વર મેડલ

ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. નોઈડાના 18 વર્ષના પ્રવીણે પુરૂષ હાઈ જમ્પ ટી 64 વર્ગમાં 2.07 મીટરનો જમ્પ માર્યો અને બીજા સ્થાન પર રહ્યો. ગ્રેટ બિટેનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથને (2.10 મીટર) ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો

Tokyo Paralympics માં ખેલાડીઓનું રેકોર્ડતોડ પ્રદર્શન, હાઈ જમ્પમાં પ્રવીણે જીત્યો સિલ્વર મેડલ

નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. નોઈડાના 18 વર્ષના પ્રવીણે પુરૂષ હાઈ જમ્પ ટી 64 વર્ગમાં 2.07 મીટરનો જમ્પ માર્યો અને બીજા સ્થાન પર રહ્યો. ગ્રેટ બિટેનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથને (2.10 મીટર) ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ પોલેન્ડના લેપિયાટો માસિએજોએ જીત્યો છે.

ટોક્યો ગેમ્સની હાઈ જમ્પમાં ભારતના 4 મેડલ થયા છે. આ પહેલા હાઈ જમ્પની ટી63 સ્પર્ધામાં ભારતના મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે શરદ કુમારને બ્રોન્ઝ મળ્યો હતો. નિષાદ કુમારે ટી47 માં એશિયન રેકોર્ડની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો:- England vs India, 4th Test : પ્રથમ દિવસની રમત પુરી, ઇગ્લેંડ 53/3, ભારતના સ્કોરથી 138 રન પાછળ

હાલમાં પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 11 મેડલ જીત્યા છે. ભારતના ખાતે હવે 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયો પેરાલિમ્પિક (2016) માં ભારતે 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન
પ્રવીણ કુમારના આ અદ્ભુત પરાક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન પાઠવ્યા છે. સિલ્વર મેડલ જીતવા પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, 'પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને પ્રવીણ પર ગર્વ છે. આ મેડલ તેની મહેનત અને સમર્પણનું પરિણામ છે. અભિનંદન, તેને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More