Home> Sports
Advertisement
Prev
Next

દિવ્યા કાકરાને જીત્યો બ્રોન્ઝ, ભારતને રેસલિંગમાં મળ્યો વધુ એક મેડલ

ભારતીય રેસલર દિવ્યા કાકરાને 68 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં આ મેડલ જીત્યો છે.  

દિવ્યા કાકરાને જીત્યો બ્રોન્ઝ, ભારતને રેસલિંગમાં મળ્યો વધુ એક મેડલ

જકાર્તાઃ ભારતની દિવ્યા કાકરાને 18મી એશિયન ગેમ્સમાં મંગળવારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે 68 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં આ મેડલ જીત્યો હતો. દિવ્યાએ રેપિચેઝ રાઉન્ડમાં તાઇવાનની ચેન વેનલિંગને 10-0થી પરાજય આપ્યો હતો. આ ગેમ્સના પાંચમાં દિવસે ભારતનો આ પાંચમો મેડલ હતો. આ સાથે ભારતના જકાર્તા એશિયન ગેમ્સમાં કુલ 10 મેડલ થઈ ગયા છે. 

દિવ્યાએ મંગોલિયાની રેસલર તેમેનટસેટસેગ શારખુએ ક્વાર્ટર ફાઇનલમાં 11-1થી પરાજય આપ્યો. ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ દિવ્યાનું ગોલ્ડ જીતવાનું સપનુ તૂટી ગયું હતું પરંતુ તેને બ્રોન્ઝ મેડલનો મેચ રમવા મળ્યો અને તેણે તેમાં બાજી મારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More