Home> Sports
Advertisement
Prev
Next

IND vs PAK: પાકિસ્તાન સામે કોહલીની અડધી સદી, રોહિત શર્માને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Asia Cup 2022: કોહલીએ 36 બોલમાં ચાર ફોર અને એક સિક્સની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 32મી અડધી સદી છે. 
 

IND vs PAK: પાકિસ્તાન સામે કોહલીની અડધી સદી, રોહિત શર્માને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દુબઈઃ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan Asia Cup 2022) વચ્ચે એશિયા કપ 2022 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુપર 4નો મુકાબલો રમાઈ રહ્યો છે. દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. જેના જવાબમાં ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા છે. ભારત તરફથી વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. કોહલીએ 36 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે પોતાના 50 રન પૂરા કર્યા હતા. ટી20 આંતરરાષ્ટ્રીયમાં આ તેની 32મી અડધી સદી છે, જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ ચોથી છે. કોહલીએ મોહમ્મદ હસનૈનના બોલ પર સિક્સ ફટકારી એશિયા કપ-2022માં પોતાની સતત બીજી અડધી સદી પૂરી કરી હતી. 

ટી20માં સર્વાધિક 50+ સ્કોર બનાવનાર બેટર બન્યો
કોહલી હવે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર બેટર બની ગયો છે. આ સાથે તેણે કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે. કોહલી 44 બોલમાં 60 રન બનાવી આઉટ થયો હતો.

આ પણ વાંચોઃ તો વિરાટ કોહલી ટી20 ક્રિકેટને કહેશે અલવિદા! આ પૂર્વ ખેલાડીએ કર્યો મોટો દાવો  

T20I માં સર્વાધિક 50+ સ્કોર
32 - વિરાટ કોહલી

31 - રોહિત શર્મા

27 - બાબર આઝમ

 23 - ડેવિડ વોર્નર

22 - માર્ટિન ગુપ્ટિલ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More