Home> Sports
Advertisement
Prev
Next

IND Vs AUS: અશ્વિને રચ્યો ઈતિહાસ, 5 વિકેટ લઈને તોડ્યા ઘણા મોટા રેકોર્ડ

IND Vs WI: અશ્વિને વેસ્ટ ઈન્ડિઝના પાંચ બેટ્સમેનોને પેવેલિયન પાછા મોકલ્યા. અશ્વિને પાંચ વિકેટ લઈને ઘણા રેકોર્ડ તોડ્યા છે.

IND Vs AUS: અશ્વિને રચ્યો ઈતિહાસ, 5 વિકેટ લઈને તોડ્યા ઘણા મોટા રેકોર્ડ

IND Vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાની પકડ વધુ મજબૂત થઈ ગઈ છે. આર અશ્વિનની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝને 150 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. અશ્વિને 60 રન આપીને પાંચ વિકેટ જ નથી મેળવી પરંતુ ઘણા મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.

આ 33મી વખત છે જ્યારે આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં પાંચથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો. અશ્વિને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એન્ડરસને ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં 32 વખત પાંચ વિકેટ લીધી છે. અશ્વિન હવે એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનારો સૌથી એક્ટિવ પ્લેયર છે.

અશ્વિન પાસે મુરલીધરન પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપનાર બોલર બનવાની પણ તક છે. મુરલીધરન ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં 67 વખત પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. શેન વોર્ને આ કરિશ્મા 37 વખત કર્યો હતો. હેડલી 36 વખત આ સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યો. ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં અનિલ કુંબલેએ 35 અને હેરાથે 34 વખત પાંચ વિકેટ લીધી હતી. તેના પછી અશ્વિનનો નંબર આવે છે.

fallbacks

અશ્વિને રચ્યો ઈતિહાસ 
અશ્વિન વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ત્રણવાર પાંચ વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બની ગયો છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલિંગ કરનાર ભારતીય બોલર પણ છે. અશ્વિને અનિલ કુંબલેનો રેકોર્ડ પણ તોડ્યો છે. અશ્વિને 95 બેટ્સમેનોને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધા છે.

એટલું જ નહીં, અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 700 વિકેટ લીધી છે. ટેસ્ટમાં 479 વિકેટ લેવા ઉપરાંત અશ્વિને વનડેમાં 151 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા છે. અશ્વિને T20માં 72 વિકેટ ઝડપી છે.

બીજી તરફ મેચની વાત કરીએ તો ભારતે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ 150 રનમાં ઓલઆઉટ થયા બાદ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ કોઈ પણ નુકશાન વિના 80 રન બનાવી લીધા છે. ડેબ્યૂ કરી રહેલા જયસ્વાલે 40 રન બનાવ્યા છે, જ્યારે કેપ્ટન રોહિત શર્મા 30 રન બનાવીને નાબાદ છે.

આ પણ વાંચો:
દિલ્હીમાં ઝડપથી વધી રહ્યું છે યમુનાનું જળસ્તર, અનેક વિસ્તારોમાં ઘૂસ્યું નદીનું પાણી
Shukra Vakri: વક્રી શુક્ર આ 3 રાશિના લોકોને આપશે બેશુમાર પૈસો, દરેક કાર્યમાં થશે સફળ

આ આગાહી સાચી પડી તો..! ગુજરાત પાસે આવી રહ્યું છે વરસાદી વાદળોનું મોટું ઝૂંડ! શું ફરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More