Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટનું મોસ્ટ રોમેન્ટિક કપલ ફરી હનિમૂન કરવા પહોંચ્યું, શેર કર્યાં નવા Photos

ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2019 બહુ જ શાનદાર રહ્યું, પરંતુ વિરાટ કોહલી (Virat Kohli)ના મનમાં આઈસીસી વનડે વર્લ્ડ કપ (ICC World Cup 2019) ન જીતી શકવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. હાલ નવા વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાના પ્લેયર રજા મનાવી રહ્યાં છે. વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)ની સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે, જેની ખાસ તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ક્રિકેટનું મોસ્ટ રોમેન્ટિક કપલ ફરી હનિમૂન કરવા પહોંચ્યું, શેર કર્યાં નવા Photos

નવી દિલ્હી :ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2019 બહુ જ શાનદાર રહ્યું, પરંતુ વિરાટ કોહલી (Virat Kohli)ના મનમાં આઈસીસી વનડે વર્લ્ડ કપ (ICC World Cup 2019) ન જીતી શકવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. હાલ નવા વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાના પ્લેયર રજા મનાવી રહ્યાં છે. વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)ની સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે, જેની ખાસ તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

પ્રિયંકા ચોપરાનો લગ્નનો લૂક કોપી કરનાર મોના સિંહનો લગ્નનો Video થયો વાયરલ

ક્યાં છે વિરાટ અનુષ્કા
વિરાટ કોહલી એ પોતાની અને અનુષ્કાની તસવીરો શેર કરી છે, જેમાં બંને બર્ફીલા પહાડોમાં એન્જોય કરતા નજરે આવી રહ્યાં છે. વિરાટે આ બાબતનો ખુલાસો નથી કર્યો કે તેઓ ક્યાં છે. પરંતુ ફેન્સ તેમની આ તસવીરને ભરપૂર લાઈક કરી રહ્યાં છે. 

બે તસવીરો શેર કરી
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે. તસવીરોને સાથે વિરાટ પોતાના ખુશનુમા ચહેરા અને ક્રિસમસ ઈમોજીની કેપ્શન આપી છે. આ તસવીરોમાં બંને બરફના સુંદર પહાડની વચ્ચે દેખાઈ રહ્યાં છે. બંને જણા સ્પોર્ટસ કપડામાં નજર આવી રહ્યાં છે. જેમાં ઓરેન્જ રંગના કપડામાં અનુષ્કા એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More