Home> Sports
Advertisement
Prev
Next

અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને આ વર્ષે આઈપીએલ આયોજનની આશા


અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને આશા છે કે આ વર્ષે આઈપીએલનું આોયજન થઈ શકે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ઓછામાં ઓછા સ્થળ પર લીગ રમાઇ શકે છે. 

અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને આ વર્ષે આઈપીએલ આયોજનની આશા

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન અને કિંગ્સ ઇલેવન પંજબના મુખ્ય કોચ અનિલ કુંબલે  (Anil Kumble)ને આશા છે કે આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL)નુ આયોજન થશે અને તેમણે કોવિડ 19 મહામારીને કારણે દર્શકો વગર લીગનું આયોજન કરવાનું પણ સમર્થન કર્યું છે. 

તે હજુ સત્તાવાર નથી નથી પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) આ ટૂર્નામેન્ટનું આયોજન ઓક્ટોબરમાં કરાવવા ઈચ્છે છે. કોવિડ 19 મહામારીને કારણે ટૂર્નામેન્ટ હાલ અચોક્કસ સમય માટે સ્થગિત છે. 

કુંબલેએ સ્ટાર સ્પોર્ટ્સના કાર્યક્રમ ક્રિકેટ કનેક્ટેડમા કહ્યુ, આ અમે આ વર્ષે આઈપીએલના આયોજન પ્રત્યે આશાવાદી છીએ પરંતુ તે માટે કાર્યક્રમને ખુબ વ્યસ્ત કરવો પડશે. 

તેમણે કહ્યુ, જો આપણે દર્શકો વિના મેચનું આયોજન કરીએ તો પછી તેને ત્રણ કે ચાર સ્થળો પર આયોજીત કરી શકાય છે. તેના આયોજનની સંભાવના હજુ છે. અમે આશાવાદી છીએ. 

સચિન વિશે મોહમ્મદ આસિફે કર્યો એકદમ વિચિત્ર દાવો, જાણો શું કહ્યું?

પૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ (VVS Laxman)એ કહ્યુ કે, આઈપીએલ સાથે જોડાયેલા હિતધારક મેચોનું આયોજન તે શહેરોમાં કરી શકે છે જ્યાં ઘણા સ્ટેડિયમ છે. તેથી ખેલાડીઓએ ઓછી યાત્રા કરવી પડશે. 

લક્ષ્મણે કહ્યુ, ચોક્કસપણે આ વર્ષે આઈપીએલ આયોજનની સંભાવના છે. તમારે તેવા સ્થળની પસંદગી કરવી પડશે જ્યાં ત્રણ ચાર મેદાન હોય કારણ કે યાત્રા કરવી ખુબ પડકારનજક હશે. તેમણે કહ્યુ, તમે તે નથી જાણતા કે એરપોર્ટ પણ કોણ ક્યાં જઈ રહ્યું છે તેથી મને વિશ્વાસ છે કે ફ્રેન્ચાઇઝી અને બીસીસીઆઈ તેના પર ધ્યાન આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More