Home> Sports
Advertisement
Prev
Next

Ambati Rayudu Retirement: રાયડૂના નિર્ણય પર લોકો બોલ્યા- '3D ટ્વીટની ચુકવી કિંમત'

વિશ્વકપની ટીમમાં સ્થાન ન મળતા ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂએ ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. 

Ambati Rayudu Retirement: રાયડૂના નિર્ણય પર લોકો બોલ્યા- '3D ટ્વીટની ચુકવી કિંમત'

નવી દિલ્હીઃ વિશ્વકપમાં જગ્યા ન મળ્યા બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂએ નિવૃતીની જાહેરાત કરી દીધી છે. રાયડૂએ આ વાતની જાણકારી બીસીસીઆઈને પત્ર લખીને આપી છે. રાયડૂના આ પગલાને તેની વિશ્વકપમાં પસંદગી ન થવા સાથે જોડવામાં આવી રહ્યું છે. વિશ્વ કપ પહેલા તેના સ્થાને વિજય શંકરને તક આપવામાં આવી હતી. ત્યારબાદ વિશ્વ કપ દરમિયાન જ્યારે શિખર ધવન અને વિજય શંકર ઈજાગ્રસ્ત થયા, તો તેને તક ન મળી. રાયડૂના આ પગલા બાદ સોશિયલ મીડિયા પર તમામ પ્રકારનું રિએક્શન આવી રહ્યું છે. 

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો રાયડૂની સાથે અન્યાય થયો તેમ ગણાવ્યું છે. લોકોને લાગે છે કે તેની સાથે ખરાબ થયું છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે, વિશ્વ કપ પહેલા 3D વાળા ટ્વીટનું આ રિએક્શન છે. મહત્વનું છે કે વિશ્વકપમાં સ્થાન ન મળવા પર રાયડૂએ વ્યંગ કરતા ટ્વીટ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે, તે 3D ચશ્માની સાથે મેચનો આનંદ માણશે. આ ટ્વીટ તે વાતનો જવાબ હતો, જેમાં રાયડૂની જગ્યાએ વિજય શંકરને 3D ખેલાડી ગણાવતા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 

મહત્વનું છે કે હાલમાં અંબાતી રાયડૂને આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડે તેને રમવાની ઓફર કરી હતી. પરંતુ આ મામલે રાયડૂએ આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડને ના પાડી દીધી છે. આ મામલામાં પણ લોકોના તમામ પ્રકારના રિએક્શન જોવા મળ્યા છે. 

વિશ્વ કપ બાદ એમએસ ધોની લેશે ક્રિકેટમાંથી નિવૃતીઃ મીડિયા રિપોર્ટ્સ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More