Home> Sports
Advertisement
Prev
Next

Jadeja એ કરી દીધો 'સ્વચ્છ ભારત અભિયાન'નો કચરો, ભરવો પડ્યો દંડ

નોર્થ ગોવા (North Goa) ના એલ્ડોના ગામમાં  (Aldona Village) 90ના દાયકાના જાણીતા ભારતીય ક્રિકેટર અજય જાડેજાનો બંગલો છે. અહીં તે કચરો ફેંકતા ઝડપાયા છે. 

 Jadeja  એ કરી દીધો 'સ્વચ્છ ભારત અભિયાન'નો કચરો, ભરવો પડ્યો દંડ

પણજીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) એ જ્યારે વર્ષ 2014માં સ્વચ્છ ભારત અભિયાન  (Swachh Bharat Mission) ની શરૂઆત કરી હતી તો તેમનો ઈરાદો હતો કે દેશના લોકો સાફ સફાઈ પર ધ્યાન આપે. પરંતુ પૂર્વ ક્રિકેટર અજય જાડેજા (Ajay Jadeja) આ અભિયાનનો કચરો કરતા જોવા મળ્યા છે. 

અજય જાડેજા પર લાગ્યો દંડ
અજય જાડેજા (Ajay Jadeja) જે નોર્થ ગોવા (North Goa) ના એલ્ડોના ગામ  (Aldona Village) માં એક બંગલાના માલિક છે, જ્યાં પર ગામના સરપંચ તૃપ્તિ બંદોદકર (Trupti Bandodkar) એ ગામમાં કચરો ફેંકવા માટે 5 હજારનો દંડ ફટકાર્યો છે. બંદોદકરે જણાવ્યું કે પૂર્વ ક્રિકેટરે કોઈ હંગામો કર્યા વગર દંડ ભરી દીધો છે. 

fallbacks

કચરાને લઈને સરપંચ પરેશાન
સરપંચ તૃપ્તિ બંદોદકરે કહ્યું, અમે ગામમાં કરચાના મુદ્દાથી પરેશાન છીએ. બહારથી પણ કચરો ગામમાં નાખવામાં આવે છે. તેથી અમે કેટલાક યુવાનોને કચરાની બેગ ભેગી કરવા અને દોષીતોની ઓળખ કરવા માટે કોઈપણ પૂરાવા માટે સ્કેન કરવા માટે નિમણૂક કરી છે. 

ભારત નહીં UAE માં રમાશે T20 વિશ્વકપ, બીસીસીઆઈએ કરી સત્તાવાર જાહેરાત  

કઈ રીતે થયો જાડેજાના નામનો ખુલાસો?
બંદોદકરે કહ્યું, અમને કચરાની કેટલીક બેગમાંથી અજય જાડેજાના નામ પર એક બિલ મળ્યું. જ્યારે અમે તેમને ભવિષ્યમાં ગામમાં કચરો ન ફેંકવા માટે કહ્યું તો તેમણે કહ્યું કે, તે દંડ ભરવા માટે તૈયાર છે. તેથી તેમણે ચુકવણી કરી. અમને ગર્વ છે કે આવી સેલિબ્રિટી, એક લોકપ્રિય ક્રિકેટ ખેલાડી, અમારા ગામમાં રહે છે, પરંતુ આવા લોકોએ કચરાના માપદંડોનું પાલન કરવું જોઈએ. અલ્ડોના ગામમાં ઘણી જાણીતી હસ્તિઓના ઘર છે. જેમાં જાડેજા સિવાય લેખત અમિતાભ ઘોષ પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More