Home> Sports
Advertisement
Prev
Next

'એક્સિડેન્ટલ' કેપ્ટનથી ઈતિહાસ રચવાની નજીક પહોંચ્યો ટિમ પેન

તેને સુકાન સંયોગથી મળ્યું. તેણે ક્રિકેટને અલવિદા કહેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ નસિબ જાગ્યું અને ટિમ પેન હવે ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચવાની નજીક પહોંચી ગયો છે. 

'એક્સિડેન્ટલ' કેપ્ટનથી ઈતિહાસ રચવાની નજીક પહોંચ્યો ટિમ પેન

લંડનઃ ગ્રેગ ચેપલ પણ આ મુકામ સુધી ન પહોંચી શક્યો અને રિકી પોન્ટિંગ તથા માઇકલ ક્લાર્ક પણ બે-બે તક મળવા પર તે હાસિલ ન કરી શક્યાં. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ટિમ પેનની પાસે ઈતિહાસમાં નામ નોંધાવવાની તક છે. 

ઓસ્ટ્રેલિયાની ટીમ જો ઈંગ્લેન્ડમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર ટાળી દે તો પેન ઈંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતનારા કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ જશે. 18 વર્ષ પહેલા સ્ટીવ વોની ટીમે ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું હતું. ત્યારબાદ કોઈપણ કાંગારૂ ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર એશિઝ જીતી શકી નથી. 

વો, ચેપલ, પોન્ટિંગ અને ક્લાર્કનું નામ ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટરો અને કેપ્ટનોમાં સામેલ થાય છે. કોઈપણ ત્યાં સુધી કે ખુદ પેન પણ તેને આ શ્રેણીમાં રાખવા ઈચ્છશે નહીં. અને જે સ્થિતિમાં તેને ઓસ્ટ્રેલિયન ટીમની આગેવાની મળી તે પણ ઘણી અસામાન્ય હતી. 

પરંપરાગત રૂપથી ઓસ્ટ્રેલિયા પોતાના સર્વશ્રેષ્ઠ 11 ખેલાડી પહેલા પસંદ કરે છે અને ત્યારબાદ તેમાંથી એકને કેપ્ટન બનાવે છે. તો બીજીતરફ ઈંગ્લેન્ડમાં 'લીડરશિપ ક્વોલિટી' પર ઘણા લાંબા સમયથી ખુબ ભાર છે. ત્યાં પહેલા કેપ્ટન પસંદ કરવો અને પછી તેની સાથે બાકી 10 ખેલાડીઓની પસંદગી કરવાનું ચલણ છે. 

પેનનો મામલો અલગ હતો. માર્ચ 2018મા બોલ ટેમ્પરિંગ મામલો થયા બાદ સ્ટીવ સ્મિથની કેપ્ટન પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ડેવિડ વોર્નર જે તે સમયે ટીમનો વાઇસ કેપ્ટન હતો, ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા. આ 'સેન્ડપેપર કાંડ' બાદ બંન્ને પર 12 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ એવા ખેલાડીની જરૂર હતી જે મુશ્કેલ સમયમાં ટીમની કમાન સંભાળી શકે. સાથે તેના પર આ બધી વાતની અસર ન થાય. પેને ઓસ્ટ્રેલિયા માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ પાકિસ્તાન વિરુદ્ધ વર્ષ 2010મા રમી હતી. વર્ષ 2017મા તે નિવૃતી લેવાની નજીક પહોંચી ગયો હતો. આ સાથે તેણે રમતનો સામાન બનાવતી કંપનીની સાથે નોકરી કરવાનું પણ મન બનાવી લીધું હતું. 

ICC Test Rankings: સ્મિથે મજબૂત કર્યું નંબર-1નું સ્થાન, વિરાટ રહી ગયો પાછળ 

પરંતી ટીમમાં ફરી જગ્યા બનાવવાની સાથે એક વર્ષની અંદર તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી. પેને ત્યારબાદથી 'એક્સિડેન્ટલ' કેપ્ટનની સાથે-સાથે ટીમને ઉપયોગી નહીં હોવા જેવા સંબોધનનો સામનો કરવો પડ્યો છે. 

પરંતુ હેડિંગ્લેમાં એક વિકેટની હાર બાદ પેને ખુબ પરિપક્વતાથી કામ લીધું. ત્યારબાદ રવિવારે તેણે માન્ચેસ્ટરમાં 185 રનની જીતમાં ટીમની આગેવાની કરી. ઓસ્ટ્રેલિયા હવે સિરીઝમાં 2-1થી આગળ છે અને એશિઝ તેણે જાળવી રાખે છે. 

પેને કહ્યું, 'તે હાર (હેડિંગ્લે) એવી હતી જે મોટા ભાગની ટીમોને તોડી પાડે, પરંતુ અમે ન તૂટ્યા.' 34 વર્ષીય પેને સિરીઝના આ પરિણામોને વ્યક્તિગત સિદ્ધિ તરીકે લીધી. તેણે કહ્યું, 'મારૂ સપનું અહીં આવીને એશિઝ જીતવાનુંહતું. શંકા વગર મેં એક કેપ્ટનના રૂપમાં આવીને આ હાસિલ કરવા વિશે વિચાર્યું નહતું.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More