Home> Sports
Advertisement
Prev
Next

VIDEO : પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક નો ખુલાસો, 5-6 મહિલાઓ સાથે હતું ચક્કર

પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકે એક ટીવી શોમાં મોટો ખુલાસો કર્યો છે 

VIDEO : પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક નો ખુલાસો, 5-6 મહિલાઓ સાથે હતું ચક્કર

નવી દિલ્હી : પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝ્ઝાક છેલ્લા થોડા સમયથી સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ 2019ના વર્લ્ડકપ દરમિયાન રઝ્ઝાકે કહ્યું હતું કે, તે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કોચિંગ આપવા માગે છે. જેથી તે હાર્દિકને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનાવી શકે. જો કે, આ નિવેદન સિવાય હાલ તો અબ્દુલ રઝ્ઝાક અંગત જીવનના ચોંકાવનારા ખુલાસાને લીધે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં 39 વર્ષીય ક્રિકેટરે કબૂલ કર્યું છે તેના ઘણી મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધ રહ્યા છે. રઝ્ઝાકે એક ટેલિવિઝન શોમાં કબૂલાત કરી હતી કે તેનાા 5-6 એક્સ્ટ્રા મેરિટલ અફેર રહી ચૂક્યા છે. 

નોંધનીય છે કે રઝ્ઝાકનું નામ ‘બાહુબલી’ની એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંનેની એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી. રઝ્ઝાકના લગ્ન આઈશા સાથે થયા છે અને તેમના બે બાળકો પણ છે. તમન્ના સાથે અફેરની વાતોએ ખૂબ સનસની મચાવી હતી કારણકે એ વખતે રઝ્ઝાક પરણિત હતો.

રઝ્ઝાકની ગણતરી ઓલરાઉન્ડર ખેલાડી તરીકે થતી હતી. તેણે 46 ટેસ્ટ મેચમાં ત્રણ શતક અને 7 હાફ સેન્ચુરી સાથે 1946 રન બનાવ્યા હતા અને 36.94ની સરેરાશથી કુલ 100 વિકેટ લીધી હતી. તેણે 265 વન ડે મેચમાં ત્રણ સેન્ચુરી અને 23 હાફ સેન્ચુરી સાથે 5080 રન બનાવ્યા અને 31.83ની સરેરાશથી કુલ 269 વિકેટ લીધી હતી. 32 ટી20માં તેણે 393 રન બનાવ્યા હતા અને 20 વિકેટ લીધી હતી. 

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More