Home> Sports
Advertisement
Prev
Next

પુરૂષ ક્રિકેટમાં મહિલા અમ્પાયરની એન્ટ્રી, જાણો કોને મળી આંતરરાષ્ટ્રીય મેચમાં આ તક

ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસાક પુરૂષોના વનડે મેચમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ મહિલા બની છે અને તેને આ તક આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2ના ફાઇનલ મેચમાં મળી હતી. 

પુરૂષ ક્રિકેટમાં મહિલા અમ્પાયરની એન્ટ્રી, જાણો કોને મળી આંતરરાષ્ટ્રીય મેચમાં આ તક

દુબઈઃ દરેક રમતમાં પુરૂષ અને મહિલાઓની અલગ સ્પર્ધા હોય છે. કેટલિક રમતોમાં મિક્સ્ડ ઈવેન્ટ પણ હોય છે જ્યાં મહિલા અને પુરૂષ સાથે ભાગ લે છે. ક્રિકેટમાં પણ પુરૂષ અને મહિલા ખેલાડીઓના એક મેચમાં રમવાની વાત સામે આવવા લાગી છે, પરંતુ અત્યાર સુધી પુરૂષ ક્રિકેટમાં મહિલા અમ્પાયર ન દેખાતા હતા. હવે આમ નહીં થાય. આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2નો ફાઇનલ મેચ ઈતિહાસ બની ગયો જ્યારે તેમાં અમ્પાયરિંગ એક મહિલાએ કર્યું. 

આ ઓસ્ટ્રેલિયનને મળી તક
આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2 દરમિયાન નામીબિયા અને ઓમાન વચ્ચે રમાઈ રહેલા ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસાક પુરૂષ વનડે મેચમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા બની ગઈ છે. 31 વર્ષની ક્લેયર મહિલાઓના 15 વનડે મેચોમાં અમ્પાયરિંગ કરી ચુકી છે. 2016માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે રમાયેલા વનડેમાં તેણે પ્રથમવાર અમ્પાયરિંગ કર્યું હતું. તેણે ગત વર્ષે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલા મહિલા ટી20 વિશ્વકપના સેમીફાઇનલમાં પણ અમ્પાયરિંગ કર્યું હતું. 

શું કહ્યું ક્લેયરે
ક્લેયરે કહ્યું, 'હું પુરૂષોના વનડે મેચમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ મહિલા બનીને ખુબ ઉત્સાહિત અનુભવ કરી રહ્યું છે.' એક અમ્પાયરના રૂપમાં મેં ઘણી લાબી મંજીલ કાપી છે. મહિલા અમ્પાયરોને પ્રમોટ કરવી ખૂબ મહત્વપૂર્ણ છે અને મહિલાઓ ચોક્કસપણે અમ્પાયરિંગ કરી શકે છે. વિઘ્નો તોડતા જાગરૂકતા ફેલાવવાની જરૂરીયાત છે જેથી વધુમાં વધુ મહિલાઓ આ ભૂમિકા નિભાવી શકે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More