Home> Sports
Advertisement
Prev
Next

IND vs NZ: આવતીકાલે ત્રીજી વનડે, શ્રેણી વિજય પર ભારતની નજર

ભારત આ મેદાન પર બીજી વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ પહેલા સિરીઝની બીજી વનડેમાં તેણે 90 રનથી યજમાન ટીમને પરાજય આપ્યો હતો. 

IND vs NZ: આવતીકાલે ત્રીજી વનડે, શ્રેણી વિજય પર ભારતની નજર

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી વનડે માઉન્ટ માઉગાનુઈમાં સોમવારે રમાશે. આ મેદાન પર સિરીઝની બીજી વનડે રમાઈ હતી જેમાં ભારતે 90 રનથી જીત મેળવી હતી. જીતની સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0ની લીડ મેલવી લીધી છે. હવે જોવાનું તે છે કે ભારત આ લય યથાવત રાખી શકશે કે ન્યૂઝીલેન્ડ વાપસી કરશે. 

ભારતનો આ મેદાન પર બીજો આંતરરાષ્ટ્રીય વનડે મેચ હશે. આ પહેલા સિરીઝના બીજા વનડેમાં ભારતે યજમાન ટીમને 90 રનથી પરાજય આપ્યો હતો. તો ન્યૂઝીલેન્ડની ટીમ આઠમો વનડે આ મેદાન પર રમશે. પરંતુ યજમાન ટીમનો રેકોર્ડ આ મેદાન પર વધુ સારો નથી અને તેણે અત્યાર સુધી 7 વનડેમાંથી માત્ર 3માં જીત મેળવી છે. જ્યારે ચારમાં પરાજય થયો છે. તેણે ત્રણેય વખત લંકાને પરાજય આપ્યો છે, જેમાં બે જીત આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં મળી હતી. 

આ મેદાન પર સર્વાધિક સ્કોર ન્યૂઝીલેન્ડના નામે છે જે જે તેણે આ વર્ષે 3 જાન્યુઆરીના શ્રીલંકા વિરુદ્ધ બનાવ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટ પર 371 રન બનાવ્યા હતા. જેમાં માર્ટિન ગુપ્ટિલે 138 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ 326 રન બનાવી શકી હતી અને યજમાને મેચ 45 રનથી જીતી હતી. આ મેદાન પર ભારત માટે રોહિત શર્મા ટોપ સ્કોરર રહ્યો જેણે ગત મેચમાં 87 રન ફટકાર્યા હતા. 

AUS OPEN: ફ્રાન્સના હર્બર્ટ અને માહુલે જીત્યું મેન્સ ડબલ્સનું ટાઇટલ 

બોલિંગમાં ચાઇનામેન બોલર કુલદીપ યાદવ પાસેથી ભારતને ફરી એકવાર આશા હશે જેણે ગત વનડેમાં 45 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તો ન્યૂઝીલેન્ડનો પેસર ટ્રેન્ટ બોલ્ટ પોતાની ટીમનું બોલિંગ આક્રમણ સંભાળશે. બોલ્ટે જાન્યુઆરી 2016માં લંકા વિરુદ્ધ વનડેમાં 43 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે પોતાની યજમાનીમાં ભારત વિરુદ્ધ 2013-14માં 5 મેચોની સિરીઝ 4-0થી જીતી હતી અને વિરાટની આગેવાનીમાં ટીમ આ હારનો બદલો લેવાનો પ્રયત્ન કરશે. 

વર્ષ 1975/76માં પ્રથમવાર બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન કરવામાં આવ્યું જેમાં ન્યૂઝીલેન્ડે 2-0થી જીત મેળવી હતી. ત્યારબાદ 1980/81માં પણ ન્યૂઝીલેન્ડે 2-0થી જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડમાં ભારત અત્યાર સુધી 7 દ્વિપક્ષીય વનડે સિરીઝ રમ્યું છે જેમાં માત્ર એકવાર 2008-09માં જીત મળી હતી. તે સમયે પાંચ મેચોની સિરીઝ ભારતે 3-1થી કબજે કરી હતી. 

આ પહેલા વર્ષ 2002માં ન્યૂઝીલેન્ડે 7 મેચોની મોટી સિરીઝ 5-2થી જીતી હતી. તો 1998-99 (5 મેચોની) અને 1993-94 (4 મેચોની)માં સિરીઝ 2-2થી ડ્રો રહી હતી. 

ભારતની જીત પર ન્યૂઝીલેન્ડ પોલીસનો કટાક્ષ, પોસ્ટ વાયરલ

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે અત્યાર સુધી કુલ 103 વનડે રમાઇ છે જેમાં ભારતે 53માં અને ન્યૂઝીલેન્ડે 44માં જીત મેળવી છે. 1 ટાઇ રહ્યો જ્યારે 5નું પરિણામ આવી શક્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More