Home> Sports
Advertisement
Prev
Next

#10YearsChallenge: 10 વર્ષમાં ધોની કેટલો બદલાયો, ICCએ શેર કરી ક્રિકેટરોની શાનદાર તસ્વીરો

આઈસીસીએ 10 યર્સ ચેલેન્જ હેઠળ સૌથી પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસ્વીર શેર કરી જેમાં તે સિક્સ ફટકારી રહ્યો છે. 

 #10YearsChallenge: 10 વર્ષમાં ધોની કેટલો બદલાયો, ICCએ શેર કરી ક્રિકેટરોની શાનદાર તસ્વીરો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર આ સપ્તાહે વાયરલ થયેલો #10YearChallenge ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે. આઈસીસીએ પણ ક્રિકેટરોની આ ચેલેન્જ હેઠળ ઘણી શાનદાર તસ્વીર શેર કરી છે. 

આ ચેલેન્જ હેઠળ યૂઝર પોતાના 10 વર્ષ પહેલાની અને અત્યારની એક તસ્વીર શેર કરી રહ્યાં છે. તો આઈસીસીએ પણ ઘણી રોમાંચક તસ્વીરો શેર કરી છે. આઈસીસીએ આ ચેલેન્જ હેઠળ સૌથી પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસ્વીર શેર કરી છે, જેમાં તે સિક્સ ફટકારી રહ્યો છે. આઈસીસીએ આ તસ્વીર એડિલેડમાં ભારતને મળેલા વિજય બાદ કરી હતી. 

એટલું જ નહીં આઈસીસીએ ન્યૂઝીલેન્ડના રોસ ટેલરની પણ તસ્વીર શેર કરી છે. રસપ્રદ છે કે બંન્ને તસ્વીરમાં ટેલર સદી ફટકાર્યા બાદ પોતાની જીભ કાઢીને ઉજવણી કરી રહ્યો છે. ટેલર માટે હાલનો સમય શાનદાર ચાલી રહ્યો છે અને તેણે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં બે સદી ફટકારી હતી. 

આઈસીસીએ શ્રીલંકાના સ્ટાર બોલર લસિથ મલિંગાની પણ તસ્વીર શેર કરી છે. 

આ સિવાય આઈસીસીએ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરની પણ તસ્વીર શેર કરી છે જેમાં તે એક અંદાજમાં વિકેટ લીધા બાદ જશ્ન મનાવી રહ્યો છે. 

આઈસીસીએ મહિલા ક્રિકેટરોની પણ તસ્વીર શેર કરી છે. તેમાં દક્ષિણ આફ્રિકાની મેરિજેન કેપ અને ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીનો ફોટો સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More