Home> Spiritual
Advertisement
Prev
Next

Vastu Tips: રસ્તા પર લાવી દે છે તવા સાથે જોડાયેલી આ ભૂલો, ઘર થઈ જાય છે તબાહ, જાણી લો કારણ

Vastu Shastra for Tawa: રોટલી બનાવવાનો તવો માત્ર એક વાસણ નથી, જેનો ઉપયોગ રસોઈ બનાવવા માટે દરેક ઘરમાં થાય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં તેને ઘરની આર્થિક સ્થિતિ માટે ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. 
 

Vastu Tips: રસ્તા પર લાવી દે છે તવા સાથે જોડાયેલી આ ભૂલો, ઘર થઈ જાય છે તબાહ, જાણી લો કારણ

નવી દિલ્હીઃ Tawa Vastu tips in Gujarati: વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુને યોગ્ય રીતે રાખવી અને ઉપયોગ કરવાની રીત તથા નિયમ બનાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક નિયમ મહત્વપૂર્ણ છે. જો તેનું પાલન કરવામાં ન આવે તો જીવનમાં મોટી ગડબડ થઈ શકે છે. તેમાં કિચન સાથે જોડાયેલા વાસ્તુના નિયમ ખુબ જરૂરી છે કારણ કે કિચનમાં ભોજન પાકે છે અને તેની ઉર્જાથી આપણું શરીર ચાલે છે. કિચનમાં વાસ્તુ સાથે જોડાયેલી ભૂલો થવી જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. આજે અમે તમને કિચનની એક એવી મહત્વપૂર્ણ વસ્તુ તવા સાથે જોડાયેલા વાસ્તુના નિયમ જણાવીએ છીએ, જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે.

તવા વાસ્તુના નિયમ
- દરેક ભારતીયના ઘરમાં તવો જરૂર હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં તવાને ખુબ જરૂરી માનવામાં આવ્યો છે, તેથી તેની સાથે જોડાયેલા નિયમ પણ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જોઈએ.

- તવાને હંમેશા સાફ રાખવો જોઈએ. ઉપયોગ કર્યા બાદ ક્યારેય તવાને ગંદો ન છોડો. તવાને સારી રીતે સાફ કરીને રાખો. બાકી ઘરમાં ગરીબી આવતા વાર લાગતી નથી. ગંદો તવો, ગંદુ કિચન ઘરમાં પૈસા ટકવા દેતું નથી. 

આ પણ વાંચોઃ નખ કાપવા માટે કયા દિવસ છે શુભ, નખ કાપવાનો ધનપ્રાપ્તિ સાથે પણ છે સંબંધ!

- તવાને ક્યારેય ખાલી જગ્યા પર ન રાકો. તવાને એવી જગ્યાએ રાખો જેને કોઈ બહારની વ્યક્તિ જોઈ શકે નહીં. તવો બધાને દેખાઈ તે રીતે રાખવો સારૂ માનવામાં આવતું નથી. 

- વાસ્તુ અને જ્યોતિષમાં તવા સાથે જોડાયેલો એક ટોટકો જણાવવામાં આવ્યો છે, જે ખુબ પ્રભાવી છે. તે અનુસાર દરરોજ રોટલી બનાવતા પહેલા તવા પર થોડુ મીઠું છાંટો અને પછી તેના પર રોટલી બનાવો. સાથે તે પહેલી રોટલી ગાયને ખવળાવો. આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે અને ક્યારેય ધાનની કમી રહેતી નથી. 

- ક્યારેય તવાથી સીધા ઉપાડીને રોટલી કે પરાઠા કોઈને થાળીમાં ન આપો. પરંતુ પહેલા તે રોટલીને પ્લેટમાં રાખો અને પછી ભોજન માટે આપો.

- તવા અને કઢાઈને ક્યારેય ઉલટા કરીને ન રાખો. આમ કરવાથી ઘરમાં નુકસાન થાય છે. ઘરમાં પૈસા ટકતા નથી. તવાને હંમેશા આડો કરીને રાખો. 

આ પણ વાંચો- 1 વર્ષ બાદ સૂર્યનો ઉચ્ચ રાશિમાં પ્રવેશ, 4 રાશિના જાતકોના ખુલી જશે પ્રગતિના દ્વાર

- ગરમ તવા પર ક્યારેય પાણી ન નાખો. ગરમ તવા પર પાણી નાખ્યા બાદ આવતા અવાજને અશુભ માનવામાં આવે છે. તે ઘરમાં કોઈ સંકટ લાવી શકે છે. ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More