Home> Spiritual
Advertisement
Prev
Next

ઘરમાં આ જગ્યાએ રાખો માતા લક્ષ્મીની મૂર્તિ, રાતોરાત બદલશે ભાગ્ય, ધનની નહીં રહે ખામી

Vastu Tips For Mata Lakshmi Murti: માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરેક ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો પૂજા માટે લગાવવામાં આવે છે. પરંતુ કેટલીક વખત આ મૂર્તિ અથવા તો ફોટો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોતો નથી. તેવામાં વ્યક્તિને શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળે છે.

ઘરમાં આ જગ્યાએ રાખો માતા લક્ષ્મીની મૂર્તિ, રાતોરાત બદલશે ભાગ્ય, ધનની નહીં રહે ખામી

Vastu Tips For Mata Lakshmi Murti: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી કહેવાય છે. જેના ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેના જીવનમાં ધન ધાન્ય ની ખામી રહેતી નથી. માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ જો કોઈ ભૂલ કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિ કંગાળ પણ થઈ જાય છે. માતા લક્ષ્મી નારાજ થાય તો વ્યક્તિને ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરવો પડે છે. 

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરેક ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો પૂજા માટે લગાવવામાં આવે છે. પરંતુ કેટલીક વખત આ મૂર્તિ અથવા તો ફોટો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોતો નથી. તેવામાં વ્યક્તિને શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળે છે. જો મૂર્તિ ને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો વાસ્તુશાસ્ત્રના આ નિયમોને ધ્યાનમાં રાખીને માતા લક્ષ્મીની મૂર્તિ રાખવામાં આવે તો વ્યક્તિ રાતોરાત ધનવાન બની શકે છે. 

આ પણ વાંચો:

Chandra Grahan 2023: ચંદ્રગ્રહણ દરમિયાન કરો કોઈ એક ઉપાય, જીવનની સમસ્યાઓ થશે દુર

Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ દરમિયાન કરો આ મંત્રોનો જાપ, રોગ-દોષથી મળશે મુક્તિ

બુદ્ધ પૂર્ણિમાના ચંદ્ર ગ્રહણ પર આ રાશિના લોકોની લાગી જશે લોટરી, અચાનક થશે ધનલાભ

1. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માતા લક્ષ્મીની તસવીર અથવા તો મૂર્તિ હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. આ દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે.

2. શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી નો સ્વભાવ ચંચળ હોય છે તેથી તેઓ એક સ્થાન પર રહેતા નથી. તેવામાં જો ઘરમાં તમે માતા લક્ષ્મી ઊભા હોય તેવી મૂર્તિ લગાવશો તો ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નહીં થાય. ઘરમાં એવી તસવીર જ લગાવી જેમાં માતા લક્ષ્મી બેઠા હોય. 

3. આ સિવાય ઘરમાં માતા લક્ષ્મીની એવી મૂર્તિ અથવા તો તસવીર ન રાખો જેમાં તેમનું વાહન ઘુવડ દેખાતું હોય. આવી તસવીર ઘરમાં રાખવાથી આર્થિક સ્થિતિ નબળી થાય છે.

4. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા પિતૃઓની દિશા હોય છે. આ દિશામાં પણ માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો ક્યારેય ન રાખવો.

5. ઘરમાં એવી તસ્વીર લગાવી જોઈએ જેમાં માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે હોય અથવા કમલ પર બિરાજમાન હોય. ગણેશજી સાથે માતા લક્ષ્મી હોય તેવી તસ્વીરની પૂજા માત્ર દિવાળીના દિવસે કરવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More