Home> Spiritual
Advertisement
Prev
Next

10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહનું થયું મિલન, આ રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે, રાજા-મહારાજા જેવું જીવન જીવશો

Trigrahi Yog: 2 જૂનના રોજ ધનના દાતા શુક્રએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે જેના કારણે મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર એમ ત્રણ ગ્રહોનો ત્રિગ્રહી યોગનો સંયોગ બન્યો છે. આ યોગના બનવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે.

10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહનું થયું મિલન, આ રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે, રાજા-મહારાજા જેવું જીવન જીવશો
Viral Raval |Updated: Jun 25, 2024, 10:18 AM IST

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો રાશિ પરિવર્તન કરીને રાજયોગ અને ત્રિગ્રહી યોગનું નિર્માણ કરતા હોય છે. જેનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો પર પડે છે. અત્રે જણાવવાનું કે 12 જૂનના રોજ ધનના દાતા શુક્રએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે જેના કારણે મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર એમ ત્રણ ગ્રહોનો ત્રિગ્રહી યોગનો સંયોગ બન્યો છે. આ યોગના બનવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ....

મેષ રાશિ

મેષ રાશિવાળા માટે ખુબ લાભકારી રહી શકે છે આ ત્રિગ્રહી યોગ. કારણ કે આ યોગ તમારી રાશિથી ત્રીજા ભાવમાં બની રહ્યો છે. આથી આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ જે લોકોનું કામકાજ વિદેશ સાથે જોડાયેલું છે તેમને સારો એવો લાભ થઈ શકે છે. તમે કોઈ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો. આ સમય દરમિયાન તમને  ભાઈ બહેનનો સહયોગ મળશે. નોકરીયાતોને સારો લાભ મળી શકે છે. તમે એક નવો મુકામ મેળવશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે. 

મિથુન રાશિ
ત્રિગ્રહી યોગનું બનવું એ મિથુન રાશિવાળા માટે શુભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બની રહ્યો છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળશે. પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. વેપારીઓને સારો લાભ અને વેપારમાં ઉન્નતિ થશે તથા કોઈ અન્ય બિઝનેસમાં રોકાણ કરી શકો છો. આ સાથે જ અપરિણીતોને લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. 

તુલા રાશિ
તુલા રાશિવાળા માટે પણ ત્રિગ્રહી યોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે.  કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના નવમ ભાવમાં બની રહ્યા છે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. પ્રોફેશનલ લાઈફમાં શાનદાર તક મળશે અને ધન પ્રાપ્તિના નવા નવા રસ્તા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આ સાથે જ આ દરમિયાન તમે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે