Home> Spiritual
Advertisement
Prev
Next

ભાઈને રાત્રે રાખડી બાંધી શકાય કે નહીં ? રાખડીમાં કેટલી ગાંઠ બાંધવી ? જાણો શું છે શાસ્ત્રોક્ત નિયમ

Raksha Bandhan 2023: આ વર્ષે શ્રાવણ માસની પૂનમની તિથિ 2 દિવસ રહેશે. એટલે કે રક્ષાબંધન 30 અને 31 એમ બંને દિવસે ગણાશે. આ કારણે લોકોના મનમાં મુંજવણ ઊભી થઈ છે કે કયા દિવસે રાખડી બાંધવી, દિવસે ભદ્રાકાળ હોવાથી રાત્રે રાખડી બાંધી શકાય કે કેમ... આ બધા પ્રશ્ન તમને પણ થતા હોય તો ચાલો તેનો સાચો જવાબ તમને જણાવીએ.

ભાઈને રાત્રે રાખડી બાંધી શકાય કે નહીં ? રાખડીમાં કેટલી ગાંઠ બાંધવી ? જાણો શું છે શાસ્ત્રોક્ત નિયમ

Raksha Bandhan 2023: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન. આ વર્ષે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ આવી રહી છે. જેને લઈ લોકોના મનમાં પણ મુંજવણ છે. આ વર્ષે પૂનમની તિથિ 30 ઓગસ્ટથી શરુ થશે જેનું સમાપન 31 ઓગસ્ટ 2023ના રોજ સવારે થશે. 

રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે શુભ મુહૂર્તની વાત કરીએ તો તેમાં પણ લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે રાખડી સવારે જ બાંધી શકાય કે પછી રાત્રે પણ બાંધી શકાય ? તો આજે આ પ્રશ્નનો પણ જવાબ જણાવી દઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધવાની મનાઈ હોય છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ હોવાથી રાખડી બાંધવા માટે શુભ સમય રાત્રિનો છે. 

રાખડી બાંધવાનું મુહૂર્ત

આ પણ વાંચો:

Vastu Tips: અમીર બનવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય, સ્નાન કર્યા પછી કરી લેવું આ કામ

મંગળવારે ભુલથી પણ ન કરવા આ કામ, લાગી જાશે મંગળ દોષ અને જીંદગી થઈ જશે બરબાદ

આજથી વક્રી શનિનું વધ્યું બળ, બળવાન શનિ આ રાશિઓ કરશે માલામાલ, મનની ઈચ્છાઓ થશે પુરી

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ એટલે કે 2 દિવસ મનાવવામાં આવશે. જેમાં રાખડી બાંધવાનો શુભ સમય 30 ઓગસ્ટે રાત્રે 9:02 કલાક પછીથી બીજા દિવસે 31 ઓગસ્ટ 2023 સવારે 7:05 વાગ્યા સુધીનો છે. આ સિવાય 30 ઓગસ્ટે સવારથી ભદ્રાકાળ રહેશે. 
 
રાખડી બાંધતી વખતે આ વાતનું રાખો ધ્યાન

- ભાઈને રાખડી બાંધો ત્યારે તેનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ.  
- રાખડી બાંધતી વખતે બહેને પોતાનું અને ભાઈનું માથું ઢાંકવું જોઈએ.
- ભાઈના કપાળ પર કંકુ-ચોખા કર્યા પછી ભાઈના જમણા હાથમાં રાખડી બાંધી. 
- ભાઈના હાથમાં રાખડી બાંધો ત્યારે તેમાં 3 ગાંઠ મારવી જોઈએ. 
- રક્ષાબંધનના દિવસે ભાઈને લાલ, પીળી રાખડી બાંધવી શુભ ગણાય છે. આ દિવસે ભાઈને કાળા રંગની રાખડી ન બાંધવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More